મનોરંજન

ટેલિવિઝનની આ અભિનેત્રીના ઘરે બંધાયું બીજી વાર પારણું, કહ્યું – હવે અમારો પરિવાર…

છેલ્લે રૂપ સીરિયલમાં જોવા મળેલો અને સિરિયલ પ્યાર કા દર્દ હૈ, મીઠા મીઠા પ્યારા પ્યારામાં પોતાના પાત્રથી પ્રસિદ્ધ થયેલો ટેલિવિઝન અભિનેતા મંદાર જાધવ અને દેવો કે દેવ મહાદેવ, ખ્વાહિશ જેવી સિરિયલોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી મિતીકા શર્મા લાંબા સમયથી લાઇમલાઈટથી દૂર છે, પણ હવે તેઓ ફરીથી ચર્ચાઓમાં આવી ગયા છે.

 

View this post on Instagram

 

I’m so lucky to be your Mother Love you my son 😘 #happymothersday

A post shared by Mitika Sharma Jadhav (@mitika_sharma_jadhav) on

વાત એમ છે કે આ કપલ 28 ઓગસ્ટના રોજ એક બાળકને જન્મ આપીને બીજી વાર પેરેન્ટ્સ બની ગયું છે. મિતીકાએ આ અંગે પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું, ‘હવે અમારો પરિવાર પૂરો થયો છે. ત્રણ વર્ષ પહેલા અમારે ત્યાં દીકરા હ્રિદાનનો જન્મ થયો હતો અને હવે તેની સાથે રમવા માટે ભાઈ પણ મળી ગયો છે. હ્રિદાનનું ધ્યાન રાખવા માટે છેલ્લા 3 વર્ષથી મેં કામથી બ્રેક લીધો છે. હવે મારો બીજો દીકરો મોટો થશે એટલે તરત હું કામ પર પરત ફરવા માંગુ છું.

 

View this post on Instagram

 

I have found my soul mate, my hero, my best friend in you. You are my perfect husband. Happy anniversary my Love @mandarjadhav16

A post shared by Mitika Sharma Jadhav (@mitika_sharma_jadhav) on

આ જ અંગે ખુશી વ્યક્ત કરતા મંદારે કહ્યું કે એ ફરીથી પિતા બનીને ખૂબ જ ખુશ છે. તેને કહ્યું, ‘જયારે હ્રિદાનનો જન્મ થયો ત્યારે તેને તેનું ઘણું ધ્યાન રાખ્યું હતું, હવે ફરીથી આ ફરજ બજાવવાનો સમય આવી ગયો છે. અમે અમારા દીકરાનું નામ હજુ સુધી નથી રાખ્યું, કારણ કે પરંપરા અનુસાર, 40 દિવસ બાદ નામકરણની વિધિ કરવામાં આવશે.’

 

View this post on Instagram

 

In more ways than one, you are my everything. Happy Birthday My Love….. 😆😆😆😆

A post shared by Mitika Sharma Jadhav (@mitika_sharma_jadhav) on

આ કપલે લગ્ન પહેલા લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યું હતું. આ પછી વર્ષ 2016માં લગ્ન કર્યા અને 2017માં તેમના પહેલા બાળકનો જન્મ થયો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks