ખબર મનોરંજન

જેનિફરના અસિત મોદી પરના યૌન શોષણના આરોપો પર બોલ્યા સેક્રેટરી ભિડે, જાણો શું-શું કહ્યુ…

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ની અભિનેત્રી ‘જેનિફર મિસ્ત્રી બંસીવાલ’ ઉર્ફે મિસિસ રોશન સિંહ સોઢીએ શોના નિર્માતા અસિત મોદી સામે જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો છે. જો કે, શરૂઆતમાં તેણે નોકરી ગુમાવવાના ડરથી આ વાતની અવગણના કરી હતી. ત્યારે જેનિફરના આરોપો બાદ ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી ભિડે એટલે કે મંદાર ચંદવાદકરે નિવેદન આપ્યું છે. મંદાર ઉર્ફે ભિડેએ કહ્યું, ‘મને આશ્ચર્ય થાય છે કે તેણે આવું શા માટે કર્યું.

તેમની વચ્ચે શું થયું તેની મને કોઈ જાણ નથી. જેનિફર મિસ્ત્રીની ‘પુરૂષવાદી’ કમેન્ટ પર બોલતા મંદારે કહ્યું, ‘આ કોઈ પુરુષ-રૂઢિવાદી જેવી જગ્યા બિલકુલ નથી. સ્વસ્થ વાતાવરણ સાથે આ એક ખુશનુમા સ્થળ છે, નહીંતર આ શો આટલો લાંબો 14 વર્ષ ચાલ્યો ન હોત. નોંધનીય છે કે શોના નિર્માતા અસિત મોદી પર યૌન શોષણના આરોપો સાથે જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના સેટના વાતાવરણને દુષ્કૃત્યપૂર્ણ ગણાવ્યું હતું.

જેનિફર મિસ્ત્રી બંસીવાલે પોતાના નિવેદનમાં કહ્યું કે- ‘માનસિક અને જાતીય સતામણી સતત થઈ રહી હતી. ઘણી વખત તેણે મારી સાથે ચેનચાળા કરવાનો પ્રયાસ કર્યો. શરૂઆતમાં કામ ના મળવાના ડરથી આ બાબતે મૌન સેવ્યું હતું. પરંતુ હવે પાણી હદ વટાવી ચૂક્યું છે અને હવે હું તેને સહન કરી શકતી નહોતી. તેણે મને શોના સેટ પર ઘણી વખત બળજબરીથી રોકવાનો પ્રયાસ કર્યો અને દરવાજો પણ બંધ કરી દીધો. મેં શોના મેકર્સ અસિત મોદી, સોહિલ રામાણી અને જતીત બજાજ સામે જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો છે, મને ખાતરી છે કે મને ન્યાય મળશે.

જેનિફર મિસ્ત્રી બંસીવાલના સનસનાટીભર્યા આરોપો પછી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના નિર્માતા અસિત મોદીએ ઇટાઇમ્સ સાથેની વાતચીતમાં કહ્યું કે મારા પર જે પણ આરોપો લગાવવામાં આવી રહ્યા છે તે સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. તે માત્ર મારી ઈમેજ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી છે. અમારી પાસે નક્કર પુરાવા છે કે તેની સાથે શો છોડવા માટે વાતચીત થઈ છે.