બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતનો રિયાલિટી શો ‘લોક અપ’ શરૂ થયો ત્યારથી જ ચર્ચામાં છે. આ શોમાં જે સ્પર્ધકો જોવા મળે છે તેઓ તેમના અંગત જીવન સાથે જોડાયેલા એવા ખુલાસા કરી રહ્યા છે, જેને સાંભળીને દર્શકોના પણ હોશ ઉડી જાય. શોમાં સ્પર્ધકો વચ્ચે અવારનવાર વિવાદ જોવા મળે છે, પરંતુ હવે શોમાં કંઈક એવું બન્યું છે, જેણે હંગામો મચાવી દીધો છે. એક ટાસ્ક દરમિયાન સાયશા શિંદેએ મંદાના કરીમીને હોઠ પર કિસ કરી હતી. આ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. શોની હોસ્ટ, કંગના રનૌતે જજમેન્ટ ડે પર સ્પર્ધકોને એક નવો ટાસ્ક આપ્યો હતો અને દરેકને એક સ્પર્ધક પસંદ કરવાનું કહ્યું હતું જેને તેઓ કિસ કરવા માગે છે.
જો કે સ્પર્ધકોએ ગાલ પર કિસ સ્ટેમ્પ લગાવવાની હતી, પરંતુ આ દરમિયાન સાયશા શિંદેએ મંદાના કરીમીને લિપ-કિસ કરી હતી. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં સાયશા પોતાની લાગણી વ્યક્ત કરે છે અને કહે છે, ‘મંદાના તેને ખૂબ એટ્રેક્ટિવ લાગે છે.’ કંગના રનૌતે શરૂઆતમાં સ્પષ્ટ કહ્યું હતું કે સ્પર્ધકે અન્ય સ્પર્ધકોના ગાલ પર કિસ કરવાની છે. આ સાથે અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે અન્ય સ્પર્ધકોના ગાલ પર કિસના નિશાન સ્પષ્ટપણે દેખાતા હોવા જોઈએ. આ ગેમ માટે અંજલિ અરોરાએ સાયશા શિંદેની પસંદગી કરી હતી.
આ પછી મુનવ્વર ફારૂકીએ પણ સાયશા શિંદેને પસંદ કરી. અંતે, સાયેશા શિંદે મંદાનાને બોલાવે છે. સાયશા બધાની સામે કહે છે કે મંદાના તેને ખૂબ જ આકર્ષક લાગે છે. તરત જ, તે મંદાના સાથે લિપ લોક કરે છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો કોમેન્ટ બોક્સમાં મુનવ્વર ફારૂકીનું નામ લઈ રહ્યા છે. ફેન્સ મેકર્સ માંગ કરી રહ્યા છે કે તેઓ મુનવ્વરનો અલગ પ્રોમો ઇચ્છે છે. આ સાથે #MUNAWAROWNINGLOCKUPP ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું છે.
તમને જણાવી દઈએ કે સાયશા શિંદે એક ટ્રાન્સવુમન છે. તેણે જાન્યુઆરી 2021માં લિંગ પરિવર્તન કરાવ્યું. તેણે પોતે સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી હતી. એકવાર સાયશા શિંદેએ ‘લોક અપ’ શોમાં કહ્યું હતું કે જ્યારે તે 10 વર્ષની હતી ત્યારે પરિવારના એક સભ્યએ તેની છેડતી કરી હતી.
Dher saara atyaachaar, but also heart warming pyaar!
Don’t miss itWatch the #LockUpp Judgement Day episode streaming tonight at 10:30 pm
Play the @LockuppGame now. pic.twitter.com/PtpH7iYbzf
— ALTBalaji (@altbalaji) April 9, 2022
તેણે કહ્યું, ‘તે મારાથી થોડાક વર્ષ મોટો હતો. થોડા વર્ષો પછી સમજણ પડી ત્યારે મને સમજાયું કે તે છેડતી હતી. જોકે, સાયેશાએ વ્યક્તિની ઓળખ જાહેર કરી ન હતી. તેણે કહ્યું કે તે તેનું નામ લેવા માંગતી નથી કારણ કે તે તેના પરિવાર વિશે છે.