કેટલાક દિવસ પહેલા બુરખામાં ફરી રહી હતી આ અભિનેત્રી, હવે ચઢ્યો બોલ્ડનેસનો ખુમાર અને શેર કરી એવી તસવીરો કે આંખો બંધ કરી દેશો 

અભિનેત્રી અને બિગ બોસ ફેમ મંદાના કરીમી તેની ફિલ્મો કરતાં વધુ તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. પરંતુ ઘણી વખત તે બોલ્ડ તસવીરો અને વીડિયોના કારણે ટ્રોલિંગનો શિકાર પણ બની જાય છે. થોડા સમય પહેલા મંદાનાએ બુરખો પહેરીને ડાન્સ કર્યો હતો અને પછી લોકોએ તેના વીડિયો પર હિજાબની મજાક ઉડાવવાનો આરોપ લગાવ્યો હતો. બુરખો પહેરીને ડાન્સ કરવા બદલ ટ્રોલિંગથી કંટાળેલી મંદાનાએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ પણ આપ્યો.

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શોર્ટ ડ્રેસમાં એક ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું- હું મારી બુરખા રીલ પર લોકોની કોમેન્ટ વાંચી રહી છું. લોકો ખરેખર પાગલ છે. આ એક પાગલ દુનિયા છે. હું યુનિકોર્ન બનવા માંગુ છું. મંદાના કરીમીએ ઈન્સ્ટા પર જે વીડિયો શેર કર્યો હતો તેમાં તે ઈસ્તાંબુલના એક સ્ટોરમાં બ્લેક બુરખો પહેરેલી જોવા મળી હતી. વીડિયોમાં મંદાના બુરખો પહેરીને ડાન્સ કરી રહી હતી પણ બુરખો પહેરીને આવી રીતે ડાન્સ કરવું લોકોને પસંદ ન આવ્યુ.

આ વીડિયોને શેર કરતા મંદાનાએ કેપ્શનમાં લખ્યું- કાશ હિજાબમાં શૂટિંગ કરવું આ BTS જેટલું સરળ હોત. બુરખો પહેરીને ફરવા બદલ લોકો મંદાના પર ગુસ્સે થયા હતા. ઘણા યુઝર્સે આ વીડિયો જોયા બાદ મંદાનાને અનફોલો કરવાનું કહ્યું હતું. ઘણા લોકોએ કહ્યું કે બુરખામાં ડાન્સ કરીને અભિનેત્રીએ હિજાબને ફ્લોન્ટ કર્યો છે. જો કે, આ પહેલીવાર નથી, આ પહેલા પણ મંદાના કરીમી તેના બિકી ફોટો માટે ટ્રોલ થઈ ચૂકી છે.

ઘણી વખત લોકો તેને બોલ્ડ ડ્રેસિંગ સેન્સને ધર્મ સાથે જોડતા જોવા મળે છે. પરંતુ નીડર મંદાનાને ટ્રોલિંગથી કોઇ ફરક નથી પડતો. જણાવી દઈએ કે મંદાના કરીમી રિયાલિટી શો ‘લોક અપ’માં જોવા મળી હતી. આ દરમિયાન તેણે પોતાની રમત ખૂબ જ જોરદાર રીતે રમી હતી. આ શોમાં તેણે પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો પણ જાહેર કર્યા હતા.

મંદાનાના વીડિયો પર લોકોએ ઘણી કોમેન્ટ કરી હતી. એક યુઝરે લખ્યું, ‘તમને શરમ આવવી જોઈએ, મુસ્લિમ હોવા છતાં પણ તમે હિજાબની મજાક ઉડાવી રહ્યા છો, તમને ખબર હોવી જોઈએ કે આ વીડિયો કેટલો અસંસ્કારી છે.’ ત્યાં બીજાએ લખ્યું, ‘હિજાબનો અનાદર ન કરો, તમારે આવો વીડિયો બનાવતા પહેલા એકવાર વિચારવું જોઈએ.’

Shah Jina