ટ્રાંસજેન્ડર મહિલા સાથે કિસ કરી આ બોલ્ડ અભિનેત્રીએ, ફેન્સ બોલ્યા કંગનાના શો માં આ શું ચાલી રહ્યું છે

ટ્રાંસજેન્ડર મહિલાના હોંઠ પર હોંઠ ચડાવીને આ અભિનેત્રીએ….ટ્રાંસજેન્ડર સાયશાને કિસથી હેરાન રહી ગઇ હતી હું, પરંતુ…

કંગના રનૌતનો શો ‘લોકઅપ’ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. હવે શોના ફિનાલેમાં લગભગ બે અઠવાડિયા બાકી છે. જીતવા માટે સ્પર્ધકો વચ્ચે જબરદસ્ત સ્પર્ધા છે. મંદાના કરીમી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી દ્વારા શોમાં પહોંચી હતી. મંદાના કરીમીને ગયા અઠવાડિયે કંગના રનૌતના રિયાલિટી શો લોક અપમાંથી કાઢી મૂકવામાં આવી હતી. આ શો Alt બાલાજી અને MXPlayer પર બતાવવામાં આવી રહ્યો છે. મંદાના કરીમી છેલ્લા કેટલાક દિવસ પહેલા ઘણી ચર્ચામાં રહી હતી.આ ચર્ચાનું કારણ સાયશા શિંદે સાથેની તેની લિપ કિસ હતી.

સાયશા શિંદેએ એક ટાસ્ક દરમિયાન મંદાના કરીમીને કિસ કરી હતી. સાયશાએ કહ્યુ હતુ કે, મંદાના તેને ઘણી એટ્રેક્ટિવ લાગે છે. ત્યાં, મંદાનાએ જણાવ્યું કે જ્યારે ટ્રાન્સજેન્ડર સાયશાએ મંદાનાને હોઠ પર કિસ કરી ત્યારે તેને કેવું લાગ્યું. લોકઅપના એક ટાસ્ક દરમિયાન તમામ સ્પર્ધકોએ અન્ય સ્પર્ધકના ચહેરા પર સીલ લગાવવાની હતી. સાથે જ તેણે કહ્યું કે જો તેઓ એકબીજાને કિસ કરવા માંગતા હોય તો કિસ કરી શકે છે.

સાયશાએ મંદાનાને પસંદ કરી કે તે ખૂબ જ આકર્ષક લાગે છે અને તેણે સીલને બદલે લિપ કિસ કરી હતી. સિદ્ધાર્થ કાનન સાથેના એક ઈન્ટરવ્યુમાં મંદાનાએ સાયશાના કિસ કરવા પર કહ્યું, ‘તે ખૂબ જ સ્વીટ હતી. મને ખરેખર નવાઈ લાગી. કિસ પછી સાયશાએ કહ્યું, સાયશા બન્યા પછી તું પહેલી છોકરી છે જેને મેં કિસ કરી છે અને તે ખૂબ જ ઈમોશનલ હતી. મને તે ખૂબ જ સ્વીટ અને નરમ લાગી હતી.’ અગાઉ શોમાં મંદાના કરીમીએ તેનું રહસ્ય જાહેર કર્યું હતું.

તેણે જણાવ્યું કે તે એક ફિલ્મમેકર સાથે રિલેશનશિપમાં હતી. તે ગર્ભવતી થઈ ગઈ હતી. બાદમાં તેને ગર્ભપાત કરાવવો પડ્યો હતો. તેના આ ખુલાસા બાદ ફિલ્મમેકર અનુરાગ કશ્યપના નામની ચર્ચા થવા લાગી હતી. તાજેતરમાં મંદાનાએ આ અંગે પોતાનું મૌન તોડ્યું અને કહ્યું કે તે અનુરાગ કશ્યપ નથી પરંતુ તે ફિલ્મ નિર્માતાનું નામ લેશે નહીં.

Shah Jina