ફિલ્મી દુનિયા

મંદાકિનીએ 80 માં એવા એવા હોટ સીન આપેલા કે લોકોની આંખો ફાટી ગઈ – જુઓ હાલ આવી દેખાય છે

80-90ના દાયકામાં આવેલી ફિલ્મ ‘રામ તેરી ગંગા મેલી’ ઓ બધા ને યાદ જ હશે. આ ફિલ્મ તે સમયે ઘણું પ્રસિદ્ધ થયું હતું. પરંતુ ‘રામ તેરી ગંગા મેલી’ની એક્ટ્રેસ મંદાકિની તો બધાને યાદ જ હશે. મંદાકિની નામ તો તેને ફિલ્મમાં આવ્યા બાદ મળ્યું હતું. મંદાકીનીનું સાચું નામ યાસ્મિન જોસેફ હતું.

Image Source

મંદાકિનીનો જન્મ 30 જુલાઈ 1963માં ઉત્તરપ્રદેશના મેરઠમાં થઇ હતો. યાસ્મિન ઉર્ફે મંદાકિની ‘રામ તેરી ગંગા મેલી’ ના રોલ માટે રાજ કપૂરની પહેલી પસંદ ના હતી. રાજ કપૂરે સંજના કપૂરને લોન્ચ કરવાના પ્લાનમાં હતા. આ બાદ આ ફિલ્મ માટે ડિમ્પલ કાપડિયાના સ્ક્રીન ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આખરે આ ફિલ્મ માટે યાસ્મીનને પસંદગી કરવામાં આવી હતી. યાસ્મિનની પહેલી ફિલ્મ જ સિલ્વર સ્ક્રીન પર છવાઈ ગઈ હતી. આખરે આજકાલ યાસ્મિન કરી શું રહી છે ?

તમને યાદ હશે કે, રામ તેરી ગંગા મેલી ફિલ્મમાં ઝરણાંની નીચે સફેદ કપડાં પહેરીને મંદાકિનીનો ભીના થવાનો સીન બેહદ પોપ્યુલર થયો હતો. 22 વર્ષીય મંદાકિનીએ પડદા પર બોલ્ડ સીન આપીને બધાને હેરાન કરી દીધા હતા. આ ફિલ્મને ઘણા લોકોએ અશ્લીલ કહી હતી છતાં પણ આ ફિલ્મ માટે મંદાકિનીને ફિલ્મફેર એવોર્ડમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

Image Source

તે સમયે રાજ કપૂરની ફિલ્મોમાં હિસ્સો લેવો તે ગર્વની વાત માનવામાં આવતી હતી.મંદાકિનીનો સાડી પહેરીને નહાતો હોય તેવો સીનનો ઘણો વિરોધ થયો હતો છતાં પણ આ ફિલ્મ સુપરહિટ રહી હતી.

Image Source

આ ફિલ્મમાં કોઈને કોઈ કારણે વિરોધ રહ્યો હતો. આ ફિલ્મના ટાઇટલને લઈને પણ ઘણા લોકો નારાજ થયા હતા. આ ફિલ્મ રિલીઝ થતા જ હંગામો થયો હતો. આ ફિલ્મ જે સમયે આવી હતી તે સમય બોલ્ડ સીન કરવા તે બહુ મોટી વાત માનવામાં આવતી હતી.

Image Source

1994-95માં મંદાકિનીને દુબઈમાં શારજાહમાં ભારત-પાકિસ્તાનના ક્રિકેટ મેચ દરમિયાન અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે જોવા મળી હતી. તે સમયે બંનેની ફોટોએ ચર્ચા જગાવી હતી. પરંતુ મંદાકિનીએ હંમેશા આ આ વાતનો કયારે પણ સ્વીકાર કર્યો ના હતો.
મંદાકિનીની કરિયરનો અંત 1996માં આવેલી ‘જોરદાર’ ફિલ્મથી આવી ગયો હતો. કહેવામાં આવે છે કે, દાઉદના પગલે જ મંદાકિનીને ફિલ્મમાં લેવામાં આવતી હતી. બદનામ થવા લાગી તો મંદાકિનીમાં કામ મળવાનું ઓછું થઇ ગયું હતું. આ બાદ મંદાકિનીએ ગીત ગાવાનું શરૂ કર્યું હતું. મંદાકિનીના 2 આલ્બમ પણ આવ્યા હતા પરંતુ કંઈ ખાસ ચાલ્યા ના હતા.

Image Source

મંદાકિનીએ કાગ્યુર ટી રીનપોંચે ઠાકુર સાથે 1990માં લગ્ન કર્યા હતા. પરંતુ જયારે દાઉદ સાથેની તસ્વીર સામે આવી ત્યારે લોકો અલગ-અલગ પ્રકારની વાતો કરવાનું શરૂ કરી દીધું હતું.

મંદાકિનીએ ફિલ્મ ગંગા નામની પહાડી યુવતીનો રોલ નિભાવ્યો હતો. જેને શહેરી યુવક સાથે પ્રેમ થઇ જાય છે. પોતાના પ્રેમને પામવા માટે ગંગાને ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે.

Image Source

મંદાકિનીએ જેટલી ઝડપે સફળતા પ્રાપ્ત કરી હતી તેટલી જ ઝડપે તે ગાયબ પણ થઇ ગઈ હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, મંદાકિની અને તેનો પતિ મુંબઈમાં એક તિબ્બટન હર્બલ સેન્ટર ચલાવે છે.આ સિવાય મંદાકિની યોગ પણ શીખવે છે.