દીકરા માટે છેલ્લો પત્ર લખીને માણાવદરના સોની પિતાએ પંખે લટકીને કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું… “બેટા… તું મને…..”

જૂનાગઢમાં આપઘાત: ‘દીકરા તું મને માફ કરજે હું…’, સોની વેપારીએ કરી આત્મહત્યા, પરિવાર જ નહીં આખું ગામ ચોધાર આંસુઓએ રડી પડ્યું

દેશભરમાંથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, ગુજરાતમાંથી પણ ઠેર ઠેર આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે હાલ જૂનાગઢના માણાવદરમાંથી પણ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જ્યાં એક સોની પિતાએ પોતાના દીકરાના નામે છેલ્લો પત્ર લખ્યા બાદ પાંખે લટકીને પોતાનો જીવ આપી દીધો છે. (તસવીરો : ન્યુઝ18)

પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં રહેતા 50 વર્ષીય સોની વેપારી જીતેન્દ્રભાઈ રુગનાથભાઈ લોઢીયાએ રવિવારના રોજ પોતાની જ દુકાનની અંદર પંખા સાથે દોરી બાંધી અને તેના ઉપર લટકી મોતને વહાલું કરી લીધું છે. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી હતી અને લાશનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં તેમના દીકરાને સંબોધીને લખવામાં આવ્યું હતું કે, “બેટા, મને માફ કરજે, હું આ પગલું ભરું છું.” જીતેન્દ્રભાઈના આમ અચાનક આવું પગલું ભરવાના કારણે પરિવારમાં પણ શોકનો માહોલ પ્રસરી ગયો છે.

જીતેન્દ્રભાઈનું દુકાન માણાવદર બસસ્ટેન્ડ રોડ શાકમાર્કેટ પાસે “મોહિત જ્વેલર્સ”ના નામે છે, જ્યાં તેઓ પોતાના નિત્યક્રમ પ્રમાણે ગઈકાલે રવિવારના રોજ પોતાની દુકાનમાં આવ્યા હતા. અને સાંજના સમયે 5 વાગ્યાની આસપાસ જ પોતાની દુકાનમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેની જાણ આસપાસના લોકોને થતા તેમને પોલીસને જાણ કરી હતી.

જીતેન્દ્રભાઈના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં દીકરાને સંબોધિત વાત જણાવવામાં આવી હતી. પોલીસ દ્વારા સુસાઈડ નોટને એફએસએલમાં મોકલવાની તજવીજ હાથધરી છે અને જીતેન્દ્રભાઈના આપઘાત કરવા પાછળનું કારણ શોધવામાં લાગી ગઈ છે. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં પણ ચકચાર મચી ગયો છે.

Niraj Patel