મનોરંજન

ઐશ્વર્યા રાય જેવી જ દેખાતી આ અભિનેત્રી બંધાઈ ગઈ લગ્નના બંધનમાં, આ ખેલાડી સાથે લીધા સાત ફેરા, જુઓ તસવીરો

કોરોના કાળ ઓછો થયા બાદ 2021ની અંદર હેવ એક પછી એક સાર ખબરો મળી રહી છે. કેટલાક સેલેબ્સ માતા પિતા બનવાના છે તો કેટલાક બની ગયા છે, કેટલાક સેલેબ્સ લગ્નના બંધનમાં પણ બધાઈ રહ્યા છે ત્યારે આ દરમિયાન જ ઐશ્વર્યા રાય જેવી દેખાનારી મરાઠી અભિનેત્રી અને મોડલ માનસી નાયક પણ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. (Photo Credit: Instagram- Manasi Naik Kharera)

માનસીએ હાલમાં જ બોક્સર પ્રદીપ ખરેરા સાથે લગ્નના સાત ફેરા લીધા છે. માનસીએ પોતાના લગ્નની ઘણી તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. આ બધી જ તસ્વીરોમાં માનસી ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

માનસી અને પ્રદીપના લગ્ન પુણેની અંદર બધા જ રીતિ-રિવાજો સાથે સંપન્ન થયા છે. માનસીએ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં કેટલીક તસવીરો સાથે વિડીયો પણ શેર કર્યા છે.

લગ્નમાં માનસી ગુલાબી બ્રાઇડલ કલરના લહેંગામાં નજર આવી રહી છે. તો પ્રદીપે ક્રીમ કલરની શેરવાની પહેરી છે. પોતાની વેડિંગ તસવીરો શેર કરવાની સાથે જ તેને લખ્યું છે, “મિસ્ટર અને મિસેજ ખરેરા” આ સાથે જ તેને ઘણા ઈમોજી પણ શેર કર્યા છે.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ પ્રદીપ ખરેરા અને માનસી નાયકની સગાઈ થઇ હતી. પ્રદીપ હરિયાણાનો મુક્કેબાજ છે અને તેને વિશ્વ મુક્કેબાજી પરિષદ (ડબ્લ્યુબીસી) એશિયન ટાઇટલ ચેમ્પિયન જીત્યું છે.

એક ઇન્ટરવ્યૂની અંદર માનસીએ ખુશી જાહેર કરતા જણાવ્યું હતું કે, “મારી પાસે મારી ખુશી જાહેર કરવા માટે શબ્દો નથી. હું એટલું જ કહી શકું છે કે મને મારો જીવનસાથી મળી ગયો છે. આ ઉપરાંત તેમનો પરિવાર પણ ખુબ જ પ્રેમ કરનારો છે.”

લગ્ન બાદ હવે માનસી પોતાના પતિ પ્રદીપ સાથે ફરીદાબાદ જશે. લગ્ન થવાની સાથે જ તેને પોતાનું સોશિયલ મીડિયા ઉપર નામ પણ માનસી નાયક ખરેરા કરી દીધું છે. ઇન્સ્ટાગ્રામ ઉપર તેને આ જાણકારી ચાહકો સાથે શેર કરી છે.

માનસીનો જન્મ 3 ફેબ્રુઆરી 1987ના રોજ મહારાષ્ટ્ર પુણેમાં થયો હતો. તેને મરાઠી ફિલ્મી ગીત “ભાંગતોઈ રિક્ષાવાળા” માટે જાણીતી છે. આ ઉપરાંત માનસીએ ફિલ્મ :મર્ડર મિસ્ટ્રી” માટે પણ યાદગાર રોલ નિભાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Manasi Naik Kharera (@manasinaik0302)