ખબર

વડોદરાનો યુવાન : મનન શાહ 30 Under 30 – માત્ર 21ની ઉમરમાં જ ગીનીસ અને લિમ્કા વર્લ્ડમાં મેળવ્યું અનોખુ સ્થાન…

હકીકતમાં સફળતાની કામયાબી તમારા ઉંમરથી નહિ પણ તમારા દ્રઢ નિશ્ચય અને મજબુત ઈરાદા વાળા પરિપક્વ ઈરાદાથી લખાતી હોય છે.ખુલ્લી આંખોથી પોતાના અંદાજમાં દુનિયાને જોતી નવી પેઢીના યુવાનો પોતાની આવડતથી ચમત્કારો કરી રહ્યા છે કે તેઓની આ પ્રતિભાને જોઇને ખરા દિલથી સલામ કરવાનું મન થઇ જાય છે. જયારે પણ આ ટેકનીકની વાત હોય છે ત્યારે ભારતમાં આવા કાબિલિયત યુવાનોની ગણતરી જરૂર થતી હોય છે.

આપણા સમાજમાં એવા ઘણા યુવાનો છે જેઓએ કામીયાબીની નવી ઈબાદત લખતા પૂરી દુનિયામાં એક નવીજ ઈમેજ ઉભી કરી છે અને અનોખી કામના કમાઈ છે.આ યુવાનોમાના અમુક એવા છે કે જેઓએ પોતાના શોખને જ પોતાનું કેરિયર બનાવતા ખુબ નાની ઉમરમાં એટલી ઉંચાઈ હાસિલ કરી છે જેટલી લોકોના ચેહરા પર કરચલીઓ આવી જવાના સમય સુધી પણ નથી મળી શકતી.

30 Under 30 -Silicon Reviewઆજે અમે એવાજ એક કામિયાબ વ્યક્તિની કહાની લઈને આવ્યા છીએ જેમણે માત્ર 14 વર્ષની ઉમરમાજ પોતાના શોખને કેરિયર બનાવવાનો નિર્ણય કરીને આગળ વધવાનું વિચાર્યું. 16 વર્ષની ઉમરમાં તેમણે એક એવું દમદાર એપ્લીકેશન બનાવ્યું, જેમાં 20 કરોડથી વધુ લોકોને ડાઉનલોડ કરવા પર માર્યાદિત કરી દીધું હતું. 19 વર્ષની ઉમરમાં જ ‘ગીનીજ બુક ઓફ વર્લ્ડ’ માં પોતાનું નામ શામિલ કરવાની સાથે 21ના વર્ષમાં એક આંતરરાષ્ટ્રીય ફર્મની આધારશીલા રાખવા વાળા આ બાળકની કહાની થી દરેક લોકોને ઘણી એવી પ્રેરણા અને માર્ગદર્શન પણ મળે છે.

અમે વાત કરી રહ્યા છીએ આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત કરનાર યુવા હૈકર, લેખક અને સાઈબર સિક્યોરીટી સલાહકાર ‘મનન શાહ’ ના વિશે. મનન 21 વર્ષની ઉમરમાં આવાલાંસ નામના એક સીક્યુરીટી ફર્મના સંસ્થાપક અને સીઈઓ છે. અભ્યાસ છોડ્યા બાદ પોતાના જુનુંન ને હકીકતમાં બદલવાવાલા મનન આજે આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત નૈતિક હૈકર ની શુચિમાં પોતાની નામના ધરાવે છે.

ગુજરાતના જંબુસર, ભરૂચના એક મધ્યમ-વર્ગીય પરિવારમાં જન્મેલા અને મોટા થયેલા મનન બાળપણથી જ કોમ્પ્યુટરના આદતી થઇ ચુક્યા હતા. 14 વર્ષની ઉમરમાં મનને પોતાના માંતા-પિતાના ઉપહાર(ભેટ) સ્વરૂપે કોમ્પ્યુટર મળ્યું હતું. ત્યાર બાદ તો તેની રૂચી જાણે કે આસમાન સુધી પહોંચી ગઈ હતી. પૂરો દિવસ કોમ્પ્યુટરની સાથે અલગ-અલગ પ્રકારના પ્રયોગો કરવાની સાથે તેમને સોફ્ટવેઇર અને પ્રોગ્રામિંગ શીખવાનું શરુ કરી દીધું હતું. એક વર્ષની અંદર જ તે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં ખુબ આગળ નીકળી ગયો હતો. લગભગ 16 વર્ષની ઉમરમાં તેમણે ‘બ્લેક એક્સપી’ નામના એક સોફ્ટવેઇરને વિકસિત કર્યું હતું જેને વિશ્વમાં લગભગ 20 લાખથી પણ વધુ લોકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવ્યું હતું. આ સફળતાથી મનનને આંતરરાષ્ટ્રીય સ્તર ઊપર ખ્યાતી મળી અને તેના હોંસલાને એક નવી ઉડાન મળી હતી.

કોમ્પ્યુટર સાથે હર દિન વધતી જતી દોસ્તીને મનનનું વલણ હૈકિંગના તરફ આગળ વધવા માંડ્યું. અને પછી 17 વર્ષની ઉમરે તેમને એક ‘ફોરમ વેબસાઇટ’ બનેલું હૈકિંગ પર બ્લોગ લખવાનું શરુ કરી દીધું. ધીમે-ધીમે કોમ્પ્યુટર હૈકિંગ અને ક્રેકિંગ સાથે જોડાયેલા તેના પોસ્ટ લોકપ્રિય બનતા ગયા. 18 વર્ષની ઉમર થતા-થતા તેમણે આંતરરાષ્ટ્રીય સ્તર પર એક નૈતિક હૈકરના નામ થી જાણવામાં આવ્યો.

19 વર્ષની ઉમરમાં પોતાની કાબિલિયતના બલ પર તેમણે ‘લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ અને ‘ગિનીજ વિશ્વ રેકોર્ડ’ માં પોતાના નામનો સમાવેશ કરી નાખ્યો. એટલુજ નહિ મનને સાઈબર સુરક્ષા અને નૈતિક હૈકિંગ પર અત્યાર સુધીમાં 4 પુસ્તકો લખી નાખ્યા છે. તેમણે માઈક્રોસોફ્ટ દ્વારા સૌથી પહેલા મુલ્યવાન વ્યવસાઈક હોવાનો ખિતાબ પણ પોતાના નામે કરી નાખ્યો છે.

મનન ગુગલ અને માઈક્રોસોફ્ટ દ્વારા ભારતની ટોપ 10 હૈકર્સના લીસ્ટમાં શામિલ બની ચુક્યો છે. તેમણે આજ સુદી ઘણી સાઈબર સિક્યુરીટીની બાબતોનું સફળતાપૂર્વક નિવારણ કરેલું છે. આજ કડીમાં તેમણે XSS, CSRF, Metaspoilt અને ફ્રેમવર્કની પણ તપાસ હાથ ધરી હતી.તમને આ જાણીને નવાઈ લાગશે કે 20 વર્ષમાં તેમને ફ્સબુક, નોકિયા, બ્લેકબૈરી, પેપલ, સ્કાઇપ, ડ્રોપબોક્સ, ગુગલ, એપ્પલ, માઈક્રોસોફ્ટ, એડોબ, સાઉન્ડકલાઉડ, સેમસંગ જેવી ઘણી મહાન કંપનીઓના એપ્લીકેશનમાં ભૂલ શોધીને તેઓને રીપોર્ટ પણ કર્યો હતો.

21 વર્ષની ઉમરમાં મનને એક સાઈબર સિક્યુરીટી ફર્મની આધારશીલા રાખતા ‘અવાલાંસ ગ્લોબલ સોલ્યુશન’ નામની એક કંપની બનાવી હતી. આ કંપની એક સાઈબર સુરક્ષા સમાધાન પ્રદાતાના રૂપમાં કામ કરે છે જે ગ્રાહકોને પોતાના વૈબ આધારિત સંસાધનો ને સુરક્ષીત કરવા માટે સક્ષમ બનાવે છે. તેઓએ માઈક્રોસોફ્ટ, યુનીલીવર, સોલ્વે, આલ્સટોમ(જીઈ), નોવાર્ટીસ અને પીડબ્લ્યુસી જેવા મહાન સમૂહો સાથે પણ કામ કરેલું છે.

Author: GujjuRocks Team