મનોરંજન

મળો બૉલીવુડના ધનવાન વ્યક્તિની પત્નીને, પતિ કરતા પણ વધારે છે પૈસાદાર…

જ્યારે પણ વાત બોલીવુડના સૌથી ધનવાન સ્ટારની કરવામાં આવે તો તેમાં અભિનેતા સુનિલ શેટ્ટીનું નામ સૌથી ઉપર આવે છે.
સુનિલ શેટ્ટીએ જો કે ફિલ્મોમાં ઘણીવાર ધનવાન બિઝનેસમૈનનો રોલ કર્યો છે, પણ અસલ જીવનમાં પણ તે ખુબજ ધનવાન છે, પણ તેનાથી પણ અનેક ગણી ધનવાન છે તેની પત્ની માના શેટ્ટી.
આજે માના શેટ્ટીની પોતાની એક અલગ ઓળખાણ છે, માના શેટ્ટી કોઈ સુપરવુમનથી ઓછી નથી.
એક સાથે તે જેટલા બિઝનેસ સંભાળી રહી છે તેના વિશે જાણશો તો હેરાન જ રહી જાશો.
માના શેટ્ટી માત્ર એક સફળ બિઝનેસવુમેન જ નથી પણ તે એક સોશિયલ વર્કર અને રિયલ એસ્ટેટની કવિન પણ છે.
માના શેટ્ટીએ પોતાના પતિ સુનિલ શેટ્ટીની સાથે મળીને S2 નામથી રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની શરૂઆત કરી જેના ચાલતા તેમણે મુંબઈમાં 21 લગ્ઝરી વિલા બનાવી લીધા.લગભગ 6500 સ્કવેયર ફૂટમાં ફેલાયેલા દરેક વિલામાં સુખ-સુવિધાની દરેક ચીજો છે, તેના સિવાય માના શેટ્ટી એક લાઇફસ્ટાઇલ સ્ટોર પણ ચલાવે છે જેમાં ડેકોરેશનથી લઈને રોજિંદા જીવનની દરેક લગ્ઝરીયસ ચીજો મળે છે. આ સિવાય માના શેટ્ટી ‘સેવ ધ ચિલ્ડ્રેન ઇન્ડિયા’ નામના એક એનજીઓ સાથે પણ જોડાયેલી છે.
ફંડ એકઠું કરવા માટે તે સમય સમય પર ‘આરાઇશ’ના નામથી પ્રદર્શન પણ લગાવતી રહે છે અને જે પૈસા આવે છે તેને છોકરીઓ અને મહિલાઓની જરૂરિયાતો માટે ઉપીયોગમાં લેવામાં આવે છે.
ઇન્ટરનેટ પર રહેલા આંકડાના આધારે સુનિલ શેટ્ટી વર્ષની 100 કરોડ જેટલી કમાણી કરે છે.
તેની પાસે એકથી એક શાનદાર ફ્લેટ, ફ્લેટો, કાર, બાઈક, રેસ્ટોરેન્ટ છે. તેના સિવાય તે પોતાનું એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે.
જ્યારે માના શેટ્ટી કમાણીની બાબતમાં પોતાના પતિ સુનિલ શેટ્ટી કરતા બે સ્ટેપ આગળ જ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.