બોલિવૂડ સ્ટાર સોનુ સૂદ લોકડાઉન વચ્ચે પરપ્રાંતીય કામદારોને તેમના ઘરે પરત મોકલવા માટે સતત કામ કરી રહ્યો છે. સોનુએ આ સંકટના સમયમાં જરૂરીયાતમંદ લોકોને મદદ કરવામાં કોઈ કસર છોડી નથી, બસ, ટ્રેનો અથવા વિમાનની વ્યવસ્થા કરવાથી લઈને આ લોકોને ભોજન પૂરું પણ પાડે છે. નિઃસ્વાર્થ ભાવે તિઓ આ કામ કરી રહયા છે જેને કારણે તેઓ વાસ્તવિક જીવનના સુપરહીરોએ બની ગયા છે અને લાખો લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે.

તાજેતરમાં જ સોનુ સૂદે તેના ટ્વિટર પર એક વીડિયો રીટ્વીટ કર્યો જેમાં એક વ્યક્તિ તેની પૂજા કરતો નજરે પડે છે કારણ કે અભિનેતાએ તેને તેની માતા સાથે ફરી મલવાઈ આપવામાં મદદ કરી હતી.
આ વીડિયોને શેર કરતાં તે વ્યક્તિએ લખ્યું, “જે વ્યક્તિ બીજાને તેની માતાને મળવામાં મદદ કરે છે તે ખરેખર ભગવાન છે. સોનુ સૂદ, હું માનું છું કે તમે ભગવાન કરતાં ઓછા નથી. તમે મારા સ્વપ્નને વાસ્તવિક બનાવ્યું અને મારી મમ્મીને મળવામાં મદદ કરી.” લોકોને ખૂબ જ ઝડપથી જવાબ આપી રહેલા સોનુ સૂદે લખ્યું, ”અરે ભાઈ એસા મત કર. મા સે કહેના મેરે લિયે દુઆ માંગે. સબ સહી હો જાયેગા.”
अरे भाई ऐसा मत कर 🙏 माँ से कहना मेरे लिए भी रोज़ दुआ माँग ले। सब सही हो जाएगा। https://t.co/raG8yQND3K
— sonu sood (@SonuSood) June 2, 2020
જણાવી દઈએ કે સોનુ સૂદ આ લોકડાઉનના સમયમાં ફસાયેલા પરપ્રાંતીય કામદારોને અને લોકોને તેમના વતન પહોંચાડવા માટે બસ, ટ્રેન અને પ્લેનની વ્યવસ્થા કરી રહયા છે. તે જાતે આ બધી જ વ્યવસ્થા કરી રહયા છે અને એ પણ સુનિશ્ચિત કરી રહયા છે કે તેઓ પોતાના વતન ભૂખ્યા ન પહોંચે અને એ માટે તેઓ ભોજનની વ્યવસ્થા પણ કરી રહયા છે. સાથે જ તેમને સેનિટાઇઝર પણ આપે છે અને જાતે જ તેમને બસમાં રવાના કરે છે.
Thank u ❣️🙏 https://t.co/RjCOQzWgqO
— sonu sood (@SonuSood) June 2, 2020
તેમના આ કાર્યના ચારેય તરફ વખાણ થઇ રહયા છે અને લોકો તેમને વાસ્તવિક જીવનના હીરો માની રહયા છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.