આ બાજુ પણ મોત અને પેલી બાજુ પણ મોત, તોય મોતના મુખમાંથી બુલેટ ચલાવીને આવ્યો આ વ્યક્તિ, વીડિયો જોઈને જ હક્કાબક્કા રહી જશો

આજે લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે પોતાનો જીવ પણ દાવ ઉપર લગાવી દેતા હોય છે. તમે પણ ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોઈ હશે જેમાં ઘણા લોકો સ્ટન્ટ કરવાના ચક્કરમાં ઈજાગ્રસ્ત થતા હોય છે અને ઘણીવાર તો મોતને પણ વહાલું કરી લેતા હોય છે, આવા ઘણા ઉદાહરણો જોવા છતાં પણ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકે છે અને સ્ટન્ટ કરતા હોય છે.

ત્યારે હાલ સ્ટન્ટનો એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ મોત સામે બાથ ભીડતો જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક તૂટેલા પુલ જેવો રસ્તો દેખાય છે તેની બાજુમાં નાનો પગદંડી રસ્તો છે અને રસ્તાની બંને બાજુથી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. સામે છેડે થોડા લોકો ઉભેલા છે અને એક ભાઈ બાઈક લઈને પણ ઉભો છે.

વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે તે વ્યક્તિ પોતાનું બાઈક સ્ટાર્ટ કરે છે અને પગદંડી જેવા દેખાતા ટૂંકા રસ્તા ઉપરથી બાઈક ચલાવીને આગળ આવે છે. જો આ વ્યક્તિની સહેજ ભૂલ થઇ ગઈ હોત તો તે વ્યક્તિ પાણીમાં ગરકાવ થઇ ગયો હોત, અને તે વ્યક્તિને ઈજાઓ પણ થઇ શકતી હતી કે તેનો જીવ પણ જઈ શકતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Raju Hari (@harishraj1942)

સારું રહ્યું કે તે વ્યક્તિ હેમખેમ રસ્તો પાર કરીને આવી ગયો. પરંતુ ક્યારેક આવા સ્ટન્ટ કરવા જોખમકારક પણ સાબિત થઇ શકે છે. ગુજ્જુરોક્સ આવા કોઈ સ્ટન્ટને સમર્થન નથી કરતું. હાલ આ વીડિયો ઈન્ટરનેટ ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને તેને લાખો લોકોએ જોયો છે, આ સાથે જ ઘણા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel