15 પત્નીઓ, 107 બાળકો છતાં પણ નથી ઓછી થઇ રહી આ 61 વર્ષના દાદાની જવાની, હજુ પણ 16માં લગ્ન કરવાની છે ઈચ્છા, જુઓ વીડિયો

હિન્દૂ ધર્મમાં 1 જ લગ્ન કરવાની માન્યતા મળેલી છે. છતાં પણ ઘણા લોકો બે લગ્ન પણ કરતા હોય છે તો ઘણા ધર્મમાં એક કરતા પણ વધારે લગ્ન લોકો કરતા હોય છે. પરંતુ ઘણા દેશમાં એવા પણ લોકો છે જેમને ઘણી બધી પત્નીઓ હોય છે અને આ બધી જ પત્નીઓ દ્વારા તેમને બાળકો પણ હોય છે અને બધા જ એક છત નીચે સાથે જ રહેતા હોય છે. ત્યારે હાલ એવા જ એક વ્યક્તિની કહાની સામે આવી છે જેને 15 પત્નીઓ અને 107 બાળકો છે.

પશ્ચિમ કેન્યામાં રહેતા 61 વર્ષીય ડેવિડ સાકાયો કાલુહાના દાવો કરે છે કે તેમણે 15 લગ્ન કર્યા છે અને તેમને 107 બાળકો છે. એક જ ગામમાં આ બધા જ સુખેથી રહે છે. કોઈની વચ્ચે લડાઈ ઝઘડા નથી થતા. એટલું જ નહીં, તે પોતાને રાજા સોલોમન જેવો માને છે જેણે 700 લગ્ન કર્યા હતા અને 300 ગુલામો રાખ્યા હતા. ડેવિડ કહે છે કે તેની પાસે ખૂબ જ તીક્ષ્ણ મન છે જેને સંચાલિત કરવા માટે એક મહિલા પૂરતી નથી.

ડેવિડે એક અંગ્રેજી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે તેના મન પર ઘણો ભાર છે. જે એક મહિલા સંભાળી શકતી નથી. એટલા માટે તેણે ઘણા લગ્ન કર્યા. તેણે બધી પત્નીઓની ફરજો અલગ-અલગ વહેંચી છે. જેથી જીવન શાંતિ અને સરળતા સાથે આગળ વધે. 61 વર્ષીય વ્યક્તિનું કહેવું છે કે જો તેની 20 પત્નીઓ હોત તો પણ કોઈ સમસ્યા ન હોત. સાથે જ દાઉદની પત્નીઓ પણ તેનાથી ખુશ છે.તે કહે છે કે તે તેમને ખૂબ પ્રેમ કરે છે. દરેક વ્યક્તિ સાથે રહે છે.

ડેવિડની પત્ની જેસિકા કાલુહાનાનું કહેવું છે કે ડેવિડ સાથે તેને 13 બાળકો છે. જેમાંથી બેના મોત થયા હતા. અમે શાંતિ અને પ્રેમથી જીવીએ છીએ. જ્યારે તેની બીજી પત્ની દુરિન કાલુહાના કહે છે કે અમે પ્રેમથી જીવીએ છીએ. કોઈને ઈર્ષ્યા થતી નથી. દરેક વ્યક્તિ પોતાનું કામ કરે છે. તે જ સમયે, ડેવિડની સાતમી પત્ની રોઝનું કહેવું છે કે તેમને 15 બાળકો છે. અમે બધા એકબીજાને પ્રેમ કરીએ છીએ. ક્યારેય લડતા નથી. બાળકો પણ એકબીજા સાથે પ્રેમથી રહે છે. ડેવિડ અહીં અટકવા માંગતો નથી. તેઓ વધુ લગ્ન કરવા આતુર છે અને વધુ બાળકોની ઈચ્છા રાખે છે.

Niraj Patel