ખબર

હોસ્પિટલમાં એક કોરોના પીડીતી મા લઇ રહી હતી છેલ્લા શ્વાસ, દીકરો બારીએ બેસી જોતો રહ્યો, હૃદય કંપી જાય તેવી ઘટના

દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે લાખો લોકોના જીવ ગયા છે, અને ઘણી એવી ઘટનાઓ સાંભળવા મળી છે જેને સાંભળી કાળજું પણ કંપી ઉઠે, આવી જ એક ઘટના ફ્લીસ્તાનથી સામે આવી છે, જ્યાં કોરોના વાયરસના કારણે એક મા હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લઇ રહી હતી અને દીકરો બારીએ બેસી તેની માતાને જોતો રહી ગયો.

Image Source

ફ્લસ્તીનની અંદર એક મહિલા કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ તેનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો. જયારે મહિલાના દીકરાને તેની પાસે જવા દેવામાં ના આવ્યો તો દીકરો રોજ હોસ્પિટલની બારીએ ચઢીને પોતાની બીમાર માને જોતો રહ્યો.

Image Source

જ્યાં સુધી તે મહિલા જીવતી રહી આ સિલસિલો ચાલુ જ રહ્યો, દીકરો રોજ બારીએ બેસી અને તેની માતાને કલાકો સુધી જોતો રહેતો હતો. આ યુવકની તસવીર હાલ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહી છે.

Image Source

ફલસ્તીન ની આ 73 વર્ષની મહિલા રશ્મિ સુવત્તિનું થોડા દિવસ પહેલા જ નિધન થઇ ગયું. અને તેના દીકરાએ હોસ્પિટલની બારીએ બેસીને જ તેની માતાને અંતિમ વિદાય આપી હતી. આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ઘણા લોકોના કાળજા કંપી ઉઠ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.