જૂનાગઢનના ડેમમાં ડૂબી રહેલા યુવકને મહિલાએ તેનો દુપ્પટો નાખીને બચાવ્યો, સલામ છે આ મહિલાની બહાદુરીને.. જુઓ વીડિયો

હાલ ગુજરાતની અંદર સર્વત્ર સારો એવો વરસાદ વરસી રહ્યો છે, વળી છેલ્લા ત્રણ દિવસથી તો ઠેર ઠેર વાદળ છાયુ વાતવરણ અને કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદ પણ વરસ્યો છે, વરસાદના કારણે ઘણા ડેમમાં પણ પાણી ભરાયા છે અને લોકો ડેમની અંદર ભરાયેલા આ પાણી જોવા માટે પણ જઈ રહ્યા છે, ત્યારે જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થતાં લોકો જોવા પહોંચ્યા હતા.

આ દરમિયાન જ એક યુવક પાણીના પ્રવાહમાં નાહવા માટે પડતા ડૂબવા લાગ્યો હતો, પાણીની અંદર આ યુવક ડૂબી રહ્યો હતો ત્યારે ત્યાં બાજુમાં ઉભેલી મહિલાઓએ સતર્કતા વાપરી અને પોતાના દુપટ્ટા કાઢી તેનું દોરડું બનાવીને તરત પાણીમાં ફેંક્યું, જેના બાદ યુવકે દુપ્પટો પકડી લીધો હતો અને ત્યાં રહેલા લોકોએ ભેગા મળીને યુવકને બહાર કાઢ્યો હતો.

મહિલાઓની સતર્કતા અને તેમના ચાતુર્યના કારણે એક યુવકનો જીવ સફળતા પૂર્વકે બચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે શહેરનો વિલિંગ્ડન ડેમ પોતાની મહત્તમ સપાટીએથી ઓવરફ્લો થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

જ્યાં ડેમની આગળના ભાગે ડેમનું ઓવરફ્લો થઇ રહેલું પાણી વહી રહ્યું હતું એ સ્થળ પર જ એક યુવક નાહવા પડ્યો હતો, અને તે ડૂબવા લાગી ગયો હતો. તે જ સમયે મહિલાઓએ હિંમત દાખવી અને યુવકને બચાવી લીધો હતો. આ ઘટનાનો  વીડિયો પણ કોઈએ બનાવી લીધો હતો અને હાલ તે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel