આજના સમયમાં કોઈને પણ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોવું કોઈ મોટી વાત નથી પણ જો તમને જણાવવામાં આવે કે એક વ્યક્તિ એકસાથે ત્રણ ત્રણ ગર્લફ્રેન્ડ સાથે રિલેશનમાં રહે છે, તો તમને ચોક્કસ નવાઈ લાગશે એ પણ ત્રણેય ગર્લફ્રેન્ડની મરજીથી. લાંબા સમયના રિલેશન પછી એક યુવક પોતાની ત્રણેય ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ યુવક કેન્યાનો રહેનારો છે અને તેનું નામ સ્ટીવો છે. લગ્ન પહેલા જ સ્ટીવો ત્રણેય ગર્લફ્રેન્ડ સાથે લિવ ઈન રિલેશનમાં રહે છે.
View this post on Instagram
બીજી ચોંકવાનરી વાત એ પણ છે કે આ ત્રણેય ગર્લફ્રેન્ડ એક સાથે જન્મેલી ત્રણ સગી બહેનો છે.જેનું નામ કેટ, ઇવ અને મૈરી છે, અને સ્ટીવોનું કહેવું છે કે ત્રણે ગર્લફ્રેન્ડ સાથે રિલેશનમાં રહેવું કોઈ મોટી વાત નથી. ત્રણે બહેનો દેખાવમાં પણ એક સમાન જ દેખાય છે અને કપડાં પણ એક સરખા જ પહેરે છે અને તેઓ એક વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહી છે. ત્રણેય બહેનોએ જણાવ્યું કે તેઓ એક જ વ્યક્તિ સાથે લગ્નથી ખુબ જ ખુશ છે અને તેઓ સ્ટીવોને પોતાના પતિના રૂપમાં જોવા માંગે છે.
View this post on Instagram
મળેલી જાણકારીના આધારે સ્ટીવો અને કેટની સૌથી પહેલા મુલાકાત થઇ હતી, જેના પછી કેટે પોતાની બંને બહેનોને પણ સ્ટીવો સાથે મળાવી જેના પછી દરેકે એકસાથે રહેવાનો નિર્ણય લીધો. છેલ્લા ઘણા સમયથી તેઓ એક જ ઘરમાં રાજી ખુશીથી રહે છે.સ્ટીવોએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે,”મારો પ્રેમ એક છોકરી પ્રત્યે નથી. હું એક બહુવિવાહિત વ્યક્તિના રૂપમાં રહેવા માંગુ છું અને આ વાત ત્રણે ગર્લફ્રેન્ડ પણ જાણે જ છે.હું હંમેશા ત્રણે પ્રત્યે ઈમાનદાર અને વફાદાર રહીશ, હું કોઈને પણ દગો આપવા નથી માંગતો, હું બસ સંબંધો જોડવા માંગુ છું અને સંયોગથી મને આ મૌકો મળ્યો છે.હાલ અમે એકબીજા પાસેથી જીવનની નીતિ શીખી રહ્યા છીએ અને રિલેશનને વધુ મજબૂત બનાવવા માટે સમય લઇ રહ્યા છીએ”.
View this post on Instagram
સ્ટિવોએ આગળ જણાવ્યું કે તેઓ એક ટાઈમ ટેબલના આધારે કામ કરે છે.જેમાં એ નક્કી કરવામાં આવે છે કે નિશ્ચિત સમયે કોણ અને ક્યારે સ્ટીવો સાથે રહેશે.સ્ટિવોનું માનવું છે કે તેનો પરિવાર એક ખુશી પરિવાર છે.સ્ટીવોએ જણાવ્યું કે તે દરેક સોમવારે મૈરી, મંગળવારે કેટ અને બુધવારે ઇવ સાથે રહે છે. વિકેન્ડ પર દરેક એકસાથે મળે છે અને ગુડ ટાઈમ એન્જોય કરે છે. ત્રણેય બહેનોનું પણ કહેવું છે કે આ પહેલી વાર બન્યું છે કે તેઓ એક જ વ્યક્તિ સાથે રિલેશનમાં હોય. જણાવી દઈએ કે માર્ચ 2014માં કેન્યાયી સંસદે પુરુષોને એક કરતા વધારે મહિલાઓ સાથે લગ્નને કાનૂની રીતે મંજૂરી આપી હતી.