ખબર

ક્રિકેટ, ફૂટબોલ અને જીમ બાદ હવે સામે આવ્યો બેડમિન્ટન રમતા રમતા હાર્ટ એટેકથી મોતનો કિસ્સો- જુઓ વીડિયો

બહુ ભારે સમય ચાલી રહ્યો છે,  ક્રિકેટ, ફૂટબોલ અને જીમ બાદ હવે સામે આવ્યો બેડમિન્ટન રમતા રમતા હાર્ટ એટેકથી મોતનો કિસ્સો- જુઓ વીડિયો

છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી યુવાઓના મોત થવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ગુજરાતમાંથી પણ આવા ઘણા કિસ્સાઓ છેલ્લા થોડા ઘણા સમયમાં સામે આવી ચૂક્યા છે. ત્યારે ક્રિકેટ, ફૂટબોલ રમતા રમતા હાર્ટ એટેકના મોતના કિસ્સા બાદ હવે બેડમિન્ટન રમતા રમતા હાર્ટ એટેકથી મોત થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલો હૈદરાબાદના સિકંદરાબાદના લાલપેટનો છે.

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં 38 વર્ષીય શ્યામ યાદવ બેડમિન્ટન કોર્ટ પર જોવા મળી રહ્યો છે. પરિવારજનોએ જણાવ્યું કે, શ્યામ ઓફિસથી પરત આવ્યા બાદ દરરોજ બેડમિન્ટન રમવા જતો હતો અને મંગળવારે જ્યારે તે બેડમિન્ટન રમી રહ્યો હતો ત્યારે સાંજે લગભગ 7.30 વાગે તેને હાર્ટ એટેક આવ્યો અને તે બેભાન થઈ પડ્યો. આ પછી તેના સાથીઓ તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા.

જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ઘટનાને પગલે પરિવારમાં પણ શોકનો માહોલ છવાયેલો છે. તાજેતરમાં જ હૈદરાબાદનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં હલ્દી લગાવતી વખતે એક યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. યુવકના લગ્ન થવાના હતા, ઘરમાં લગ્નની ઉજવણી ચાલી રહી હતી અને હલ્દી વિધિ ચાલી રહી હતી. આ દરમિયાન યુવકને હાર્ટ એટેક આવતા તે બેહોશ થઈ ગયો અને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.