હાર્ટ એટેકથી મોત: દરવાજો ખોલવા જતા જ આ ભાઈ ઢળી પડ્યો, જાણો આખી મેટર શું શું થયું

બહાદુરે દરવાજો ખોલ્યો ને ત્યાં જ ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો, ચેતજો તમે હવે, રોજે રોજ હાર્ટ એટેકથી મરી રહ્યા છે લોકો, જાણો સમગ્ર વિગત

ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી હાર્ટ એટેકથી લોકોના મોત થવાના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે, જમાં કોઇનું ક્રિકેટ રમતાં રમતાં તો કોઇનું ફૂટબોલ રમતા તો કોઇને ચાલુ વાહને હાર્ટ એટેક આવતા મોત થતા હોવાના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં વધુ એક કિસ્સો હાર્ટ અટેકથી મોતનો સામે આવ્યો છે,

જેમાં રફાળેશ્વર GIDCમાં આવેલ મેટટેક ઈન્ડસ્ટ્રીમાં વોચમેન તરીકે કામ કરતાં એક વ્યક્તિ હરિ બહાદુર પરીયાળનું હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. તેઓ ખુરશીમાં બેઠા-બેઠા મોબાઈલ જોઇ રહ્યા હતા અને પછી ઊભા થઈને દરવાજો ખોલવા જતા તેઓ અચાનક જ જમીન પર ઢળી પડ્યા અને તેમનું પ્રાણ પંખેરુ ઉડી ગયુ. જો કે, આ ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરેમાં કેદ થયા બાદ સામે આવી હતી.

જણાવી દઇએ કે, હાલમાં જ એકાદ મહિના પહેલા મોરબી જિલ્લા પંચાયતના ગ્રામસેવક ક્રિકેટની પ્રેક્ટીસ કરતા હતા તે દરમિયા તેમને હાર્ટ અટેક આવતા તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ પહેલા પણ મોરબી, રાજકોટ અને સુરત તેમજ વડોદરામાંથી પણ કેટલાક લોકોના હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હોવાની ખબર સામે આવી ચૂકી છે.

Shah Jina