આ ભાઈ તો ભરાય ગયો! ગર્લફ્રેન્ડના ઘરે ગયો યુવક, તેની માતા નિકળી જૂની પ્રેમિકા

ગર્લફ્રેન્ડની માતાને જોતા યુવકના પગ નીચેથી જમીન સરકી ગઈ

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ગર્લફ્રેન્ડ તેમના બોયફ્રેન્ડને તેમના માતા-પિતાને મળાવવા લઈ જાય છે આજે અમે તમને એવી જ એક ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં આમ કરવું ગર્લફ્રેન્ડ, તેના બોયફ્રેન્ડ અને તેની માતા માટે ભારે પડી ગયું. આ મીટિંગ બોયફ્રેન્ડ માટે પસ્તાવાનું કારણ બની.

પ્રતિકાત્મક તસવીર

એક સમાચાર અનુસાર, ગર્લફ્રેન્ડ તેના બોયફ્રેન્ડ સાથે તેના ઘરે ગઈ હતી અને તેને તેના પેરેન્ટ્સ સાથે પરિચય કરાવ્યો આ પછી, જ્યારે બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડની માતાને જોઈ તો બધાના હોશ ઉડી ગયા. વ્યક્તિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર આ ઘટના વિશે ચોંકાવનારી વાત કહી છે.

પ્રતિકાત્મક તસવીર

યુવકને ગર્લફ્રેન્ડના ઘરે જવું મોંઘું પડ્યું : વ્યક્તિએ જણાવ્યું કે તેની ગર્લફ્રેન્ડ તેને ઘણા દિવસોથી તેના ઘરે લઈ જવા માંગતી હતી. તેની ગર્લફ્રેન્ડ તેને તેના માતાપિતા સાથે પરિચય કરાવવા માટે ખૂબ જ ઉત્સુક હતી. તે તેને રોજ તેના ઘરે જવાનું કહેતી હતી. આ પછી એક દિવસ તે વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડના ઘરે જવા માટે રાજી થઈ ગયો. તે વ્યક્તિએ જણાવ્યું કે તે હાલમાં જ તેની ગર્લફ્રેન્ડના ઘરે ગયો હતો અને તેના માતા-પિતાને મળ્યો હતો, પરંતુ તેની માતાને જોઈને તે દંગ રહી ગયો હતો.

પ્રતિકાત્મક તસવીર

આ વ્યક્તિએ જણાવ્યું કે તેનું તેની માતા સાથે બે વર્ષ પહેલા અફેર હતું. વ્યક્તિના કહેવા પ્રમાણે, જ્યારે તે 19 વર્ષનો હતો ત્યારે તે પર્સનલ ટ્રેનર તરીકે કામ કરતો હતો. તે દરમિયાન તેની ગર્લફ્રેન્ડની માતા જીમમાં આવતી હતી. અહીં બંને મળ્યા અને બંને ફિઝિકલ રિલેશનમાં આવ્યા. વ્યક્તિએ જણાવ્યું કે બંને વચ્ચેના સંબંધો ખૂબ જ મધુર હતા.

પ્રતિકાત્મક તસવીર

આ કારણે યુવક પસ્તાવાની લાગણી અનુભવી રહ્યો છે : વ્યક્તિએ જણાવ્યું કે તેની ગર્લફ્રેન્ડની માતા ત્યારે 40 વર્ષની હતી પરંતુ તે 25 વર્ષની છોકરી જેવી દેખાતી હતી. તેથી જ તે તેના તરફ આકર્ષાયો હતો. યુવકે કહ્યું કે તેને એ વાતનો અફસોસ નથી કે ગર્લફ્રેન્ડની માતા તેની એક્સ ગર્લફ્રેન્ડ રહી છે. તેના બદલે, તેને એ વાતનો અફસોસ છે કે તે અત્યારે તેની ગર્લફ્રેન્ડની માતા છે. યુવકે જણાવ્યું કે બે વર્ષ પહેલા તે તેની વર્તમાન ગર્લફ્રેન્ડને પણ ઓળખતો ન હતો. યુવકે કહ્યું કે તેણે તેની ગર્લફ્રેન્ડ સાથે બેવફાઈ કરી નથી, પરંતુ તે ગર્લફ્રેન્ડની માતાને મળીને અફસોસ કરી રહ્યો છે. તેણે કહ્યું કે તે તેની ગર્લફ્રેન્ડને પણ આ વાત કહી શકતો નથી. તે દરમિયાન મહિલાએ પોતે જ સંબંધ તોડી નાખ્યો હતો અને કહ્યું હતું કે તેમની વચ્ચે ઉંમરનું અંતર ઘણું વધારે છે.

YC