પ્રાણી સંગ્રહાલયમાં આ વ્યક્તિ ઘુસવા જતો હતો સિંહના વાડામાં, નીચે જ ઉભો હતો સિંહ અને પછી જુઓ વીડિયોમાં

સોશિયલ મીડિયામાં રોજ-બરોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ સામે આવતી રહે છે જે જોઈને હોશ પણ ઉડી જાય, ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ સિંહના વાડામાં ઘુસવાનો પ્રયત્ન કરતો જોવા મળે છે.

આ ઘટના બની છે હૈદરાબાદના નહેરુ પ્રાણી ઉદ્યાનમાં. જ્યાં ગત મંગળવારના રોજ એક યુવક સિંહના વાડામાં ઘુસી રહ્યો હતો. પરંતુ સમય રહેતા જ યુવકને પકડી લેવામાં આવ્યો અને તેને પકડીને પોલીસના હવાલે પણ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ રહ્યો છે.

આ ઘટના બની હતી બપોરે લગભગ 3:30 વાગ્યાની આસપાસ. જયારે એક યુવક જી.સાઈ કુમાર સિંહના વાડાની આસપાસ શિલાખંડ ઉપર અસુરક્ષિત રૂપથી ચાલી રહ્યો હતો. આ આફ્રિકન સિંહનો વાડો હતો. જે સંપૂર્ણ રીતે એક પ્રતિબંધિત વિસ્તાર છે. યુવક શિલાખંડ ઉપર બેસી ગયો અને વાડામાં કુદવાની તૈયારી કરવા લાગ્યો. વાડામાં સિંહ પણ નીચે તેના કુદવાની રાહ જોઈને ઉભો હતો.


યુવકને જોતા જ પ્રાણીસંગ્રહાલયમાં અફરાતફરી મચી ગઈ. લોકોએ બૂમો પાડી અને પાર્કના કર્મચારીઓ હરકતમાં આવ્યા. તરત જ યુવકને શિલાખંડ ઉપરથી ઉતારી લેવામાં આવ્યો. કર્મચારીઓએ તેને બહાદુરપુર પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો અને તેની ફરિયાદ કરી દીધી. પુછપરછમાં ખબર પડી કે યુવક કિસરાનો રહેવાસી છે અને તેની દિમાગી હાલત ઠીક નથી.

Niraj Patel