આ માણસ બપ્પી લહેરી કરતા પણ વધારે સોનુ પહેરે છે, આખું શરીર સોનાથી છે લદાયેલું, તેની પાછળનું કારણ જાણીને જ હેરાન રહી જશો

સોનુ પહેરવું દરેક વ્યક્તિને પસંદ હોય છે. પરંતુ સોનાના આસમાને પહોંચેલા ભાવ જોઈને લોકોને પણ સોનુ પહેરવાનો મોહ ઉતરી જતો હોય છે. તો ઘણા લોકો સોનુ એટલા માટે પણ નથી પહેરતા કે તેમને સોનુ ચોરી થવાનો પણ ડર રહેતો હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિની વાત કરીશું જેને સોનાનો ખુબ જ શોખ છે અને તે તેના શરીર ઉપર બે કિલો સોનુ પહેરીને ફરે છે, આ ઉપરાંત તેનું બાઈક અને ગાડી પણ ગોલ્ડન છે.

આ વ્યક્તિનો શોખ ઘણો વિચિત્ર છે. આ વ્યક્તિ તેના શરીર પર દરેક સમયે બે કિલોગ્રામના સોનાના ઘરેણાં પહેરે છે. વિયેતનામમાં રહેતા આ વ્યક્તિનું નામ ટ્રાન ડ્યુક લોઈ છે. તેનો સોનાનો શોખ જુસ્સાની હદ સુધી પહોંચી ગયો છે. જ્યારે આ વ્યક્તિ રસ્તા પર ફરે છે તો લોકો તેને જોતા જ રહે છે.

વિયેતનામના 39 વર્ષીય ટ્રાન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ટ્રાન ટિકટોક પર તેના વિચિત્ર શોખથી સંબંધિત વીડિયો મૂકે છે. તે કહે છે કે જ્યારે તે રસ્તા પર નીકળે છે, ત્યારે લોકો તેની તરફ લાલચુ નજરે જુએ છે કે આ વ્યક્તિ પાસે કેટલું સોનું છે. ટ્રાન એન ગિઆંગ નામના રાજ્યમાં રહે છે. સોના માટેના તેમના અગાધ પ્રેમને કારણે તે માત્ર વિયેતનામમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હેડલાઇન્સ બનાવે છે.

ટ્રાન હંમેશા 2 કિલો સોનું પહેરીને ઘરની બહાર નીકળે છે. તમને જણાવી દઈએ કે ટ્રાન દક્ષિણ અમેરિકન ગરોળી વેચે છે. આ ગરોળી ખૂબ મોંઘી વેચાય છે. ટ્રાનનું કહેવું છે કે તેણે બિઝનેસમાં જે સફળતા મેળવી છે તે સોનાના કારણે છે. તે સોનાને પોતાના માટે ખૂબ જ લકી માને છે. આ કારણે તે હંમેશા સોનાના ઘરેણા પહેરે છે. પહેલાં તે થોડાં જ ઘરેણાં પહેરતો હતો, પણ હવે તેનું શરીર સોનાનાં ઘરેણાંથી લદાયેલું છે.

ટ્રાન કહે છે કે તે નાના દાગીના પહેરતો નથી કારણ કે તે સરળતાથી તૂટી શકે છે. જ્યારે જાડા આભૂષણો સરળતાથી તૂટતા નથી અને લાંબા સમય સુધી ટકી રહે છે. ટ્રાનના ગળામાં લગભગ 250 ગ્રામનો હાર છે. તે ડ્રેગન આકારનું છે. આ ઉપરાંત તેના હાથમાં 10 સોનાની વીંટી, એક જાડું બ્રેસલેટ અને સોનાનો પ્લેટેડ ઘડિયાળ છે. તેની પાસે ગોલ્ડ પ્લેટેડ કાર અને બાઇક પણ છે. તેઓએ વાહનો પર સોનાનું પાણી ચઢાવવામાં ઘણો ખર્ચ કર્યો છે.

Niraj Patel