લો બોલો… છોકરીઓની બ્રા અને નીકર પહેરીને જાહેર રસ્તા પર નીકળ્યો આ યુવક, જોઈને લોકો કહેવા લાગ્યા એવું કે… જુઓ વીડિયો

બિકીની પહેરીને મેટ્રોમાં મુસાફરી કરી રહેલી છોકરી બાદ હવે ફૂટપાથ પર બિકીની પહેરીને આવ્યો છોકરો, લોકોએ લીધી બરાબરની મજા, જુઓ વીડિયો

Bikini Boy Video : આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો અલગ અલગ પ્રકારના અખતરા પણ કરતા હોય છે. તમે વાયરલ થતી ઘણી રીલની અંદર કેટલાય લોકોને વિચિત્ર હરકતો કરતા જોયા હશે. ઘણી છોકરીઓ પણ આ રીતે એવી એવી હરકતો કરીને ટ્રેન્ડમાં રહેવા માંગે છે કે જેને જોઈને લોકોના દિમાગ પણ ચકરાવે ચઢી જાય.

કેટલાક લોકો જાહેર સ્થળોએ વાંધાજનક વર્તન દરમિયાન કેમેરામાં કેદ થાય છે. તાજેતરમાં, એક છોકરી તેના અન્ડરગાર્મેન્ટ્સ અને વિચિત્ર કપડાંમાં દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી રહી હતી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જ્યાં આ ઘટનાના મિશ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. તે જ સમયે, મોટાભાગના લોકોએ યુવતીના આ કૃત્ય પર નારાજગી વ્યક્ત કરી હતી.

ત્યારે હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ હર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક છોકરો છોકરીઓના અંડરગારમેન્ટ પહેરીને ફૂટપાથ પર ચાલતો જોવા મળે છે. આટલું જ નહીં, છોકરાએ તેના માથા પર લાંબા વાળની ​​વિગ પણ લગાવી છે. તે હાથમાં પ્લાસ્ટિકની થેલી લઈને ફૂટપાથ પર ચાલી રહ્યો છે.

વીડિયોમાં સાંભળ્યા મુજબ, એક યુવક કહે છે, “મેટ્રોમાં છોકરી પછી આ વ્યક્તિએ આવું કર્યું.” દાવો કરવામાં આવી રહ્યો છે કે, કથિત રીતે આ વીડિયો દિલ્હીનો છે. અમિતાભ ચૌધરીએ ટ્વિટર પર શેર કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને કોમેન્ટ બોક્સ ફની કોમેન્ટ્સથી છલકાઈ ગયું છે. ઘણા લોકોએ આ વીડિયોને દિલ્હીની ગરમી સાથે પણ જોડ્યો છે.

Niraj Patel