અજગરના ઈંડા લેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો આ ભાઈ પછી અજગરે જે કર્યું તે જોઈને જ તમારા રૂંવાડા ઉભા થઇ જશે, જુઓ વીડિયો

કોઈપણ પ્રાણી હોય પોતાના બચ્ચાઓને ખુબ જ પ્રેમ કરતા હોય છે, તેમના માટે તે કોઈપણ મુસીબત સામે લડી લેતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર પણ એવા ઘણા વીડિયો તમે વાયરલ થતા જોયા હશે જેમાં એક મા પોતાના બચ્ચા માટે મુસિબતોનો સામનો કરતી હોય છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક માદા અજગર પોતાના ઈંડાનું રક્ષણ કરી રહી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક માદા અજગર પોતાના ઈંડાને લપેટાઈને બેઠી છે. અને એક વ્યક્તિ તેની પાસે ઉભો છે, જે તેના ઈંડાને અડવાનો પ્રયત્ન કરે છે અને અજગર ગુસ્સે ભરાય છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. સાથે જ કેપશનમાં લખવામાં આવ્યું છે કે “મા પોતાના ઈંડાની રક્ષા કરે છે !”

વીડિયો જોઈને લોકો માદા અજગરના પ્રેમને સલામ કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે માદા અજગર એક નાના વાસણમાં બેઠી છે. તેના ઘણા ઈંડા પણ તે વાસણમાં રાખવામાં આવ્યા છે. તેના બાળકો આ ઈંડામાં ઉછરી રહ્યા છે. માદા અજગર તેના બાળકોની સુરક્ષા કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Jay Brewer (@jayprehistoricpets)

આ દરમિયાન વ્યક્તિ લાકડી વડે ઇંડાને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. જો કે, વ્યક્તિ હાથ લંબાવતાની સાથે જ માદા અજગર આક્રમક બની જાય છે અને તેના પર હુમલો કરે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે માદા અજગર તેના ઈંડાને ખૂબ સારી રીતે સુરક્ષિત કરે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel