શાહિદ કપૂરની વેબ સીરીઝ ‘Farzi’ જેવો કાંડ ! ચાલુ ગાડીએ યુવકે રસ્તા પર ઉડાવી 500 અને 2000ની અધધધ નોટો, વીડિયો થયો વાયરલ

કારમાંથી રસ્તા પર ઉડાવી 500-2000ની નોટ : 2 યુવકોએ બોલિવુડ એક્ટર શાહિદ કપૂરની સ્ટાઇલમાં કારની ડેકીમાંથી નોટ ફેંકી બનાવી રીલ, જુઓ ફોટાઓ

સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક વીડિયો સામે આવે છે, જેમાંના કેટલાક તો એવા હોય છે કે જોઇને કોઇ પણ હેરાન રહી જાય. આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને તમારી આંખો પહોળી થઇ જશે. હરિયાણાના ગુરુગ્રામના રસ્તા પર 500 અને 2000ની નોટ ઉડાવતા યુવકોનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

જેમાં એક યુવક ગાડી ચલાવતા ડાયલોગ બોલી રહ્યો છે જ્યારે પાછળ ગાડીની ડેકીમાં બેઠેલો યુવક નોટો બહાર ફેંકતો દેખાઇ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ ગુરુગ્રામ પોલિસે વીડિયો બનાવવાવાળા વ્યક્તિ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. જે વ્યક્તિએ વીડિયો અપલોડ કર્યો તેના સાડા 3 લાખથી પણ વધારે ફોલોઅર્સ છે. ગુરુગ્રામમાં જે જગ્યાએ આ વીડિયો શૂટ કરવામાં આવ્યો છે, તે પોશ એરિયા ગોલ્ફ કોર્સ રોડ છે.

અહીંના અંડરપાસથી નીકળતા સફેદ રંગની દિલ્લી નંબર બલેનો કારનો ડ્રાઇવર શાહિદ કપૂરનો ડાયલોગ બોલતા 500 અને 2000ની નોટ બતાવે ઠે અને તે બાદ પાછળ બેસેલ વ્યક્તિ કારની ડેકી ખોલે છે અને પછી 500 અને 2000ની નોટ ઉડાવવાની શરૂ કરે છે. વાસ્તવમાં કારમાંથી જે નોટ ઉડાવવામાં આવી રહી છે તે અસલી નથી. ઇન્સ્ટા રીલ્સ બનાવવા માટે યુવકોએ ના પોતાના જીવની પરવાહ કરી અને ના બીજાના.

27 સેકન્ડનો આ વીડિયો સામે આવ્યા બાદ ગુરુગ્રામ પોલિસ હરકતમાં આવી અને આ મામલે લાપરવાહીથી ડ્રાઇવિંગ કરનાર સહિત બીજાનો જીવ જોખમમાં નાખવા સહિત અલગ અલગ ધારાઓ અંતર્ગત કેસ દાખલ કર્યો. એવું કહેવાઇ રહ્યુ છે કે કારના માલિકની ઓળખ કરી લેવાઇ છે. વીડિયો બનાવનાર વ્યક્તિ દિલ્લીનો જોરાવર સિંહ હોવાનું કહેવાય છે. પોલિસ હવે તેની ધરપકડના પ્રયાસ કરી રહી છે.

Shah Jina