સવારે ચા સાથે ટોસ્ટ ખાનારા શોખીનો જો આ વીડિયો જોઈ લેશે તો ઉલ્ટી કરી બેસસે,

જુઓ કેવી રીતે બને છે મજેદાર અને કુરકુરા ટોસ્ટ, ટોસ્ટ ખાવા વાળા લોકો હિમ્મત હોય તો જ જોજો આ વાયરલ વીડિયો

આપણા દેશમાં મોટાભાગના લોકોની સવાર ચા અને નાસ્તાથી જ થતી હોય છે. મોટાભાગના ઘરમાં રોજ સવારે અલગ અલગ પ્રકારનો નાસ્તો થતો હોય છે, ત્યારે ઘણા લોકો ઉતાવળના કારણે ઇન્સ્ટન્ટ નાસ્તો પણ પસંદ કરે છે, જેમાં ચા સાથે ટોસ્ટ અને ખારી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે, પરંતુ ચા સાથે ટોસ્ટ ખાનારા માટે એક વીડિયો સામે આવ્યો છે જે જોયા બાદ ટોસ્ટ ખાવાનું મન પણ નહિ થાય.

જે વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે તે ટોસ્ટ બનાવતી ફેક્ટરીનો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ફેક્ટરીની અંદર એક ટોસ્ટ માટે બાંધવામાં આવેલા લોટ પર ઉભા રહીને કૂદી રહ્યો છે, તે કૂદી કૂદીને લોટને ગૂંથી રહ્યો છે, આ દરમિયાન તેની બાજુમાં ટોસ્ટનો એક ઢગલો પણ પડેલો જોવા મળી રહ્યો છે. આ ઘટનાને બારીની બહાર ઉભેલો એક વ્યકિત પોતાના મોબાઈલ કેમેરામાં છુપી રીતે કેદ પણ કરી રહ્યો છે.

જેવો તે વ્યક્તિ કેમેરો ચાલુ રાખીને ફેક્ટરીની અંદર જાય છે કે તે તરત લોટ ગૂંથનાર યુવક ગભરાઈને હાથથી લોટ ગૂંથવાનું શરુ કરી દે છે. વીડિયો બનાવનાર વ્યક્તિ તેને ફટકાર લગાવે છે અને કહે છે કે હમણાં તો તું પગથી લોટ ગૂંથતો હતો. યુવક માનવા પણ તૈયાર નથી થતો અને વીડિયો બનાવનાર પોતાની પાસે વીડિયો હોવાનું જણાવે છે અને સાથે જ તેના માલિકનો નંબર પણ માંગે છે.

આ વીડિયોને આકાશ શર્મા નામના યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયા સાઈટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો પોસ્ટ થયા બાદ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને અત્યાર સુધી આ વીડિયોને 1 લાખ 21 હજાર કરતા પણ વધુ લોકોએ લાઈક કર્યો છે તો 3.8 મિલિયનથી વધારે લોકો આ વીડિયોને જોઈ ચુક્યા છે. વીડિયોને જોયા બાદ તેના પર લોકો પોતાનો અલગ અલગ પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Akash Sharma (@gamerkebaap)

Niraj Patel