ખતરનાક મગર સાથે આ ભાઈને છે મિત્રતા, મસ્તી કરીને ખાવાનું ખવડાવતો આવ્યો નજર, વીડિયો જોઈને લોકોના પણ હોંશ ઉડી ગયા, જુઓ

ઘણા લોકો પોતાના ઘરમાં પાલતુ પ્રાણીઓ રાખતા હોય છે. કોઈ શ્વાન તો કોઈ બિલાડીઓ રાખે છે, તો ઘણા લોકોને તમે પોતાના ઘરમાં સાપ રાખતા પણ જોયા હશે, પરંતુ શું તમે સાંભળ્યું છે કે કોઈ મગર સાથે પણ મિત્રતા કરી શકે ? સાંભળીને જ નવાઈ લાગે. પરંતુ આ સાચું છે. વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં મગર સાથે એક વ્યક્તિની મિત્રતા જોવા મળી રહી છે.

મગર ખુબ જ ખતરનાક પ્રાણી હોય છે અને તેને પાણીનો રાજા પણ ક્હેવામાં આવે છે. મગર પોતાના શિકારને ક્યારેય છોડતો નથી, તે ઘણીવાર માણસોનો પણ શિકાર કરે છે, ત્યારે આવા સમયે મગર સાથે એક વ્યક્તિની મિત્રતાનો વીડિયો લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને હેરાન પણ થઇ રહ્યા છે. લોકો એ પણ વિચારતા થઇ ગયા કે આખરે કોઈ વ્યક્તિની મગર સાથે મિત્રતા કેવી રીતે હોઈ શકે છે ?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક માણસ નજીકથી મગરને ખવડાવતો જોઈ શકાય છે. વીડિયોમાં એક વ્યક્તિ તેની બોટની અંદર તળાવમાં બેઠો છે. તે મગરને પોતાની પાસે બોલાવે છે અને તે પણ આજ્ઞાકારી રીતે તેની પાસે આવે છે. હવે, અહીં આપણને ડરાવે તેવું દ્રશ્ય જોવા મળશે. મગર માણસના હાથમાંથી ખોરાક લેવા માટે કૂદકો મારે છે જ્યારે માણસ મગરને તેના પગથી પકડી લે છે. પછી તે મગરને ખોરાક આપે છે અને તેના માથા પર થપથપાવે છે.

આ પછી, મગર જ્યાંથી આવે છે ત્યાં પાછો ચાલ્યો જાય છે. તે માણસ મગર સાથે ખૂબ જ આરામદાયક હતો, જેમ આપણે આપણા પાલતુ પ્રાણીઓ સાથે હોઇએ છીએ. આનાથી ઈન્ટરનેટ યુઝર્સને લાગે છે કે તે કદાચ તેનું ‘પાલતુ’ છે. આ વીડિયોને ધ ફિગન નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, ‘આ ભાઈ કેવા પ્રકારનું પાલતુ છે?’ આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને પોતાની અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

Niraj Patel