આ વ્યક્તિને સિંહને સળી કરવી પડી ભારે, પાંજરામાં સિંહના મોઢા આગળ હાથ રાખીને કરતો હતો મશ્કરી, પછી ઉશ્કેરાયેલા સિંહે કર્યું એવું કે… જુઓ વીડિયો

જંગલના પ્રાણીઓ ખુબ જ ખતરનાક હોય છે, એને તેમાં પણ વાઘ અને સિંહને તો સૌથી ખતરનાક કહેવામાં આવે છે, પ્રાણી સંગ્રહાલયમાં પણ જંગલી પ્રાણીઓના પાંજરાની આસપાસ બોર્ડ લગાવેલા હોય છે કે પ્રાણીઓને કઈ ખડાવવું નહિ અને તેમના પાંજરામાં હાથ નાખવો નહિ. પરંતુ ઘણા લોકો આ સૂચનાઓને પણ અનુસરતા નથી અને ઘણીવાર એવી હરકતો કરે છે જેના કારણે તે મુશ્કેલીમાં પણ મુકાઈ જાય છે.

ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયો આફ્રિકાના પ્રાણી સંગ્રહાલયનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવા ગયો હતો. આ દરમિયાન જ્યારે તેણે સિંહને પાંજરામાં જોયો તો તેણે તેની મજાક કરવાનું શરૂ કર્યું. સિંહ સાથે મસ્તી કરવાની વ્યક્તિને જે કિંમત ચૂકવવી પડી, તે જીવનભર યાદ રહેશે. આ વીડિયો ખૂબ જ હ્રદયસ્પર્શી છે. જમૈકા ઝૂનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં તમે એક માણસને જોઈ શકો છો. પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવેલા તમામ લોકો સિંહની તસવીરો લઈ રહ્યા હતા ત્યારે આ વ્યક્તિ અલગ જ મૂડમાં જોવા મળ્યો હતો. તેણે સિંહના પાંજરામાં હાથ નાખવાનું નાટક કર્યું. સિંહને વ્યક્તિની આ મસ્તી જરાય પસંદ ન આવી.આ પછી તેણે વ્યક્તિનો હાથ મોઢામાં ભરી દીધો. વીડિયોમાં જોઈ શકાય છે કે ગુસ્સે થયેલા સિંહે માણસની આંગળી મોઢામાં દબાવી દીધી હતી.

આ પછી તે વ્યક્તિ પોતાનો હાથ છોડાવવાનો પૂરો પ્રયાસ કરતો રહ્યો, પરંતુ તે મહા મહેનતે સિંહના મોઢામાંથી પોતાનો હાથ છોડાવી શકે છે. આ ઘટનામાં સિંહે તે માણસના હાથની આંગળી ચાવી હતી. વીડિયોને @OneciaG નામના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel