રાત્રીના અંધારામાં રસ્તા ઉપર ચાલી રહ્યો હતો વાઘ, એક વ્યક્તિ ગાડીમાંથી ઉતરીને તેની પાછળ ચાલવા લાગ્યો, પછી થયું એવું કે… જુઓ વીડિયો

ગાડીમાંથી ઉતરીને રસ્તે ચાલતા વાઘ પાછળ ઉભા રહીને પોઝ આપવા લાગ્યો આ વ્યક્તિ, વાઘે પાછળ વળીને જોયું અને પછી… જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ બરોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, અને તેમાં પણ લોકોને પ્રાણીઓના વીડિયો જોવાનું ખુબ જ પસંદ હોય છે. ખાસ કરીને ઘણા લોકો જંગલમાંથી વીડિયો બનાવતા હોય છે અને તેમાં એવા એવા નજારા જોવા મળે છે કે જોઈને કોઈપણ હેરાન રહી જાય. ઘણા વાર ઘણા લોકો પ્રાણીઓને હેરાન પણ કરતા હોય છે, અને તેવા વીડિયો જોઈને લોકોનો ગુસ્સો પણ કોમેન્ટમાં વ્યક્ત થતો હોય છે.

વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે અને તેની રક્ષા કરવી પણ આપણી ફરજ બને છે. સોશિયલ મીડિયામાં વાઘને લઈને પણ ઘણા વીડિયો વાયરલ થાય છે. વાઘ ખુબ જ ખતરનાક પ્રાણી પણ છે, જો તે ગુસ્સે ભરાય તો કોઈનો પણ જીવ લઇ શકે છે.  વાયરલ વીડિયોમાં પણ એવું જ કંઈક જોઈ શકાય છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે અંધારી રાત્રે એક સુમસાન રસ્તા ઉપર એક વાઘ ચાલીને જઈ રહ્યો છે, અને તેની પાછળ એક ગાડી ઉભી છે. જેની લાઈટ વાઘની પીઠ ઉપર પડતી જોઈ શકાય છે. ગાડી વાઘની એકદમ નજીક હોય છે, અને વાઘ પણ આગળ આગળ પોતાની મસ્તીમાં ચાલ્યો જતો હોય છે.

આ બધા વચ્ચે જ ગાડીમાંથી એક વ્યક્તિ બહાર આવે છે અને વાઘની પાછળ ચાલવા લાગે છે. ગાડીમાં બેઠેલા લોકો પંજાબીમાં બોલતા સંભળાય છે. સાંભળીને લાગે છે કે આ વ્યક્તિએ વાઘ પાછળ ચાલવાનું કામ ફક્ત વીડિયો બનાવવા માટે કર્યું છે. એક મહિલા એમ પણ કહેતા સંભળાઈ રહી છે કે, “સની વીરે”. આ વ્યક્તિ કાર તરફ ફરી અને પોઝ પણ આપે છે અને વીડિયો પણ પૂર્ણ થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા ઘણા લોકો કોમેન્ટમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે “આ બંનેમાં જાનવર કોણ છે ?” તો એક વ્યક્તિએ કોમેન્ટમાં એમ પણ લખ્યું છે કે, “આ કામ માટે તેને જેલમાં નાખી દેવો જોઈએ !” તો એક વ્યક્તિ તે વ્યક્તિને મૂર્ખ પણ કહી રહ્યો છે. કોઈએ કહ્યું  “જો વાઘ ઈચ્છતો તો તેને થોડી જ ક્ષણોમાં ખતમ કરી નાખતો.”

Niraj Patel