જામનગરનો યુવક ટ્રેનના પાટા ઉપર એક્ટિવામાં કરતો હતો સ્ટન્ટ, અચાનક સામેથી આવી ટ્રેન પછી જે થયું તે જોઈને હૃદય ધબકાર ચુકી જશે

સોશિયલ મીડિયાની અંદર લોકો ફેમસ થવા માટે અવનવા અખતરાઓ કરતા હોય છે. ઘણા એવા સ્ટન્ટબાઝ હોય છે જે સ્ટન્ટ કરી અને ચર્ચામાં આવવા માંગતા હોય છે, પરંતુ ઘણીવાર આવા સ્ટન્ટ તેમના માટે જીવનું જોખમ પણ ઉભું કરતા હોય છે, એવો જ એક તાજો મામલો જામનગરમાંથી સામે આવ્યો છે. જ્યાં સ્ટન્ટ કરવો યુવકને ભારે પડી ગયો છે.

સોશિયલ મીડિયામાં આ સ્ટન્ટનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક યુવક ફોટોગ્રાફી કરાવવા માટે રેલવે ટ્રેક  ઉપર પોતાનું સ્કૂટર લઈને ઉભો છે, અને અચાનક સામેથી ટ્રેન આવી જાય છે. તે યુવક સ્કૂટરને રેલવે ટ્રેકની બહાર કાઢવા જાય છે પરંતુ ટ્રેન તેની એટલી નજીક આવી જાય છે કે તે સ્કૂટરને બહાર કાઢી શકતો નથી.

સમય સુચકતા વાપરી અને તે યુવક તો ટ્રેક ઉપરથી હટી જાય છે, પરંતુ તેના સ્કૂટરને તે બચાવી નથી શકતો, અને રેલવેની નીચે તેનું સ્કૂટર આવી જાય છે, અને તેના કુચ્ચેકુચ્ચા નીકળી જાય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ વીડિયો જામનગરના સાંઢિયા પુલ પાસે આવેલા રેલવે ટ્રેકનો છે. કિસ્મતથી તે યુવકનો જીવ બચી ગયો, પરંતુ આ વીડિયો લોકો માટે એક ઉદાહરણ સમાન છે જે લોકો આવા સ્ટન્ટ કરીને પોતાનો જીવ જોખમમાં મૂકે છે. જુઓ તમે પણ આ ભયજનક વીડિયો…

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel