છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે યુવક છોકરીઓને સ્પોર્ટ્સ બાઈક ઉપર બેસાડીને કરવા ગયો સ્ટન્ટ, પછી થયું એવું કે આજ પછી સ્ટન્ટ કરવાનું નામ નહિ લે

સોશિયલ મીડિયામાં અવાર નવાર ઘણા વીડિયો પળવારમાં વાયરલ થઈ જતા હોય છે, ખાસ કરીને અજીબો ગરીબ સ્ટેન્ટના વીડિયો લોકો જોવાનું ખુબ જ પસંદ કરતા હોય છે, ઘણા લોકો એવા પણ હોય છે જે રસ્તા ઉપર જતી છોકરીઓ કે પોતાની બાઈકની સીટ ઉપર બેઠેલી છોકરીઓને કારણે સ્ટન્ટ કરતા હોય છે. પરંતુ ઘણીવાર કોઈ ખતરનાક સ્ટન્ટ જીવના જોખમ રૂપ પણ બની જવાના કિસ્સાઓ પણ આપણી સામે આવતા રહે છે.

હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવકને યુવતીઓને જોઈને સ્ટન્ટ કરવા લાગી ગયો, પરંતુ આ સ્ટન્ટ તેના માટે ઈમ્પ્રેસ કરવાનો નહીં પરંતુ ઈજ્જત ઉતારનારો બની ગયો. આ વીડિયોના વાયરલ થવાની સાથે જ લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે, કેટલાક બાઈક સવારોનું એક મોટું ટોળું એક જગ્યાએ ભેગું થયું છે. જેની વચ્ચે એક યુવક તેની સ્પોર્ટ્સ બાઈક લઈને ઉભો છે. તેની પાસે બે છોકરીઓ પણ ઉભી છે અને તેમને તે પોતાના બાઈક ઉપર સ્ટન્ટનો જાદુ બતાવવાનું કહે છે.

જેના માટે એક છોકરી તેની બાઇકની ટાંકી ઉપર બાઈક ચલાવનારા યુવક સામે મોઢું કરીને બેસી જાય છે અને બીજી યુવતી તેની પાછળ ચોંટીને બેસી જાય છે, યુવક બંને યુવતીઓની વચ્ચે બેસીને જેવી જ બાઈક ફૂલ સ્પીડમાં દોડાવવા જાય છે કે તરત સામે રહેલી બાઇકના ટોળામાં જઈને અથડાય છે અને તેનો અકસ્માત થાય છે. હાલમાં આ વીડિયો ક્યારનો છે અને ક્યાંનો છે તે નથી જાણી શકાયું, પરંતુ આ વીડિયોને જોઈને લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Niraj Patel