નદીમાં કૂદીને જીવ આપવા માંગતો હતો યુવક, નજારો જોવા માટે સેંકડો લોકો પુલ પર ઉભા થઇ ગયા, ત્યારે જ એક પોલીસકર્મીએ વાપરી એવી ચાલાકી કે… જુઓ વીડિયો

વાહ આ પોલીસકર્મીની બહાદુરીને સો સો સલામ, આપઘાત કરવા માટે નદીમાં કૂદી રહેલા યુવકનો જીવ પોતાના જીવના જોખમે બચાવ્યો, વાયરલ થયો વીડિયો, જુઓ

man wanted to kill himself: ગુજરાત સમેત દેશભરમાં આપઘાત (suicide) ના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે, ખાસ કરીને યુવાનોમાં આપઘાતનું પ્રમાણ વધ્યું છે. કારણે કે આજના યુવાનોમાં સહનશીલતા જોવા નથી મળી અને તેના કારણે નાની એવી વાતમાં પણ તે આપઘાત કરવાનું વિચારી લેતા હોય છે. ત્યારે હાલ એક ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

આસામ (asam) ની રાજધાની ગુવાહાટી (guwahati) માં એક વ્યક્તિએ નદીમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્થળ પર પહોંચેલા એક પોલીસકર્મીએ પોતાના જીવના જોખમે આ યુવકને બચાવી લીધો હતો. આ ઘટના ગત શુક્રવારની છે. બપોરે લગભગ 3.20 વાગ્યે એક 26 વર્ષીય વ્યક્તિ સરાઈઘાટ બ્રિજ પર પહોંચ્યો હતો. તેણે પુલની રેલિંગ ઉપર પગ મૂક્યો. ત્યાંથી તેણે બ્રહ્મપુત્રા નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો.

આ જોઈને મોટી સંખ્યામાં લોકો બ્રિજ પર એકઠા થઈ ગયા હતા. બ્રિજની બાજુમાં ઉભેલા વ્યક્તિની નજીક જઈને તેને બચાવવાની કોઈની હિંમત નહોતી. આ અંગેની માહિતી મળતા જ જલુકબારી ચોકી પોલીસ પુલ પર પહોંચી ગઈ હતી. લંકેશ્વર કલિતા નામના પોલીસકર્મીએ હિંમત કરી. તેમણે લોખંડના સળિયાની રેલિંગ ઓળંગી અને ધીમે ધીમે તે યુવક જ્યાં હતો તે કિનારે પહોંચ્યા. લંકેશ્વરે માણસને નદીમાં ન કૂદી જવાની સલાહ આપી. બાદમાં, માણસને ખેંચી લેવામાં આવ્યો અને આત્મહત્યાના પ્રયાસમાંથી બચાવી લેવામાં આવ્યો.

આ પ્રયાસ પછી ઉચ્ચ અધિકારીઓએ પોલીસ લંકેશ્વરના વખાણ કર્યા હતા જેમણે પોતાના જીવની પરવા કર્યા વિના બહાદુરીપૂર્વક યુવકને બચાવ્યો હતો. ફરજ નિષ્ઠા બદલ 10,000 રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, આત્મહત્યાનો પ્રયાસ કરનાર એક વ્યક્તિને પોલીસે બચાવ્યાની ઘટના કેટલાક લોકોએ તેમના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી હતી. આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

Niraj Patel