ખભે ભાર ઉઠાવીને મહેનતનો રોટલો રળી રહ્યો છે આ દિવ્યાંગ વ્યક્તિ, ભાવુક કરી દેનારો વીડિયો જોઈને લોકોએ કહ્યું, “સલામ છે આ ભાઈની મહેનતને !” જુઓ

કેટલાક લોકો એવા હોય છે જેમના હાથ પગ એકદમ સાજા સમા હોય છે તે છતાં પણ કામ કરવાનું નામ આવે તો તેમને ઠંડી ચઢી જતી હોય છે, ઘણાં લોકો બેકાર હોવાના અને કામ ના મળવાના બહાના પણ કાઢતા હોય છે, ત્યારે હાલ વાયરલ થઇ રહેલો એક વીડિયો આવા લોકોના મોઢા ઉપર એક જોરદાર તમાચા સમાન છે. એવું કહેવાય છે કે જેઓ સખત મહેનત કરે છે તેઓ કોઈપણ પરિસ્થિતિમાં હાર માનતા નથી અને મુશ્કેલીઓ પર વિજય મેળવે છે.

આ વાતને સાબિત કરતો આ વીડિયો સામે આવ્યો છે જેમાં એક દિવ્યાંગ વ્યક્તિ જોવા મળી રહી છે. આ વ્યક્તિ ક્રૉચ કાંખઘોડીના સહારે ચાલતો જોવા મળે છે, પરંતુ આવી સ્થિતિમાં તે આજીવિકા માટે સિમેન્ટની ભારે થેલીઓ ઊંચકી રહ્યો છે. વીડિયો જોઈને લોકો ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે. આ વીડિયો એક પ્રેરણા સમાન પણ છે. તે દર્શાવે છે કે જો કોઈ વ્યક્તિ આવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ હાર ન માને તો તેની મહેનતના આધારે તે સૌથી મોટી મુશ્કેલીઓને પણ પાર કરી શકે છે અને તે કંઈ પણ કરી શકે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ટ્રક ઉભી છે અને તેના પર સિમેન્ટની બોરીઓ લદેલી છે. ટ્રકનો પાછળનો ભાગ ખુલ્લો છે અને તેના પર એક માણસ ઉભો છે જે ત્યાં ઉભેલા લોકોના ખભા પર સિમેન્ટની બોરીઓ મૂકી રહ્યો છે અને તે તમામ બોરીઓ ઉઠાવીને નાના ગેટની અંદર લઈ જઈ રહ્યો છે. વીડિયોમાં તમે એક વિકલાંગ વ્યક્તિને ટ્રકની નીચે ઊભેલા જોશો, જેણે ટ્રકની મદદથી પોતાની કાંખઘોડી રાખી છે.

વીડિયોમાં તમે આગળ જોઈ શકો છો કે ટ્રક પર ઊભેલો વ્યક્તિ વિકલાંગ વ્યક્તિના ખભા પર સિમેન્ટની બોરી મૂકી રહ્યો છે. માણસ એક પગ પર ઊભો છે. તે સૌપ્રથમ તેના ખભા પર કોથળો મૂકીને સંતુલન બનાવે છે, પછી બંને હાથ વડે કાંખઘોડી લે છે અને તેની મદદથી ચાલતી વખતે કોથળો ઊંચકે છે. આ વીડિયો જોઈને તમે ઈમોશનલ થઈ જશો. વ્યક્તિ પોતાનું પેટ ભરવા માટે ઘણી બધી પરેશાનીઓ ઉઠાવી રહ્યો છે અને ખૂબ મહેનત પણ કરી રહ્યો છે.

Niraj Patel