હજારો ફૂટની ઊંચાઈએ પાતળા દોરડા પર આ વ્યક્તિ કરી રહ્યો હતો સ્ટન્ટ, પછી થયું એવું કે.. જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર અવાર નવાર ખતરનાક સ્ટંટના વીડિયો વાયરલ થતા હોય છે. ઘણી વખત સ્ટંટ કરતી વખતે લોકો સાથે અકસ્માત પણ સર્જાતો હોય છે. એવું પણ ઘણીવાર જોવા મળે છે કે, સ્ટંટ કરતી વખતે ઘણા યુવાનોએ જીવ ગુમાવ્યા હોય પરંતુ આટલા અકસ્માતો પછી પણ લોકોને સબક મળ્યો નથી.

સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરો હજારો ફૂટ ઉપર દોરડા પર ચાલવા માટે સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ હજારો ફૂટ ઉપર પેરાશૂટથી બાંધેલા દોરડા પર ચાલવાનો પ્રયાસ કરી રહ્યો છે. વ્યક્તિ પહેલા દોરડા પર બેસે છે અને ધીમે ધીમે ઉભો છે અને સંતુલન જાળવીને દોરડા પર ચાલવાનો પ્રયાસ કરતો જોવા મળે છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ દોરડા પર ઉભા રહીને ધીમે ધીમે ચાલવાનો પ્રયાસ કરે છે. એક વાર જોતાં એવું લાગે છે કે તેણે દોરડા પર સંતુલન બનાવી લીધું છે પરંતુ બીજી જ ક્ષણે કંઈક અલગ થાય છે. વધારે પડતી હવાના કારણે તે પોતાનું સંતુલન ગુમાવી બેસે છે અને નીચે પડી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by 🌎 EarthPix 🌎 (@earthpix)

આટલી ઊંચાઈએથી પડતી વ્યક્તિને જોઈને તમારું દિલ પણ હચમચી જશે. આ દ્રશ્ય ખૂબ જ ડરામણું લાગે છે. આ વીડિયોને Instagram પર earthpix નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે અને 3 લાખથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે. સ્ટંટ કરનાર આ વ્યક્તિએ સુરક્ષાનું પણ ધ્યાન રાખ્યું છે. વીડિયોના કેપ્શન મુજબ આ વ્યક્તિએ હવામાં આ સ્ટંટ કરતી વખતે તેની પીઠ પર પેરાશૂટ બેગ પહેરી હતી. કેપ્શનમાં લખ્યું છે કે વ્યક્તિ સુરક્ષિત છે કારણ કે તેણે પેરાશૂટ પહેર્યું છે. જો કે, આ વીડિયોની સત્યતાની પુષ્ટિ ગુજ્જુરોક્સ કરતુ નથી.

Patel Meet