પોતાના કપાયેલા પગ હાથમાં લઈને રસ્તા પર નિકળ્યો વ્યક્તિ, જોઈને લોકો ઉભી પૂછડિયે ભાગ્યા

સોશિયલ મીડિયાની દૂનિયા કઈંક વિચિત્ર છે. તેમા દરરોજ કઈંકને કઈંક નવુ નવું આવતુ રહે છે. ક્યારેય ફની વિડીયો તો ક્યારે અકસ્માત કે કોઈ સાહસિક વિડીયો આપણને જોવા મળતા રહે છે. જો કે આજે જે વિડીયો સામે આવ્યો છે તે બધાથી અલગ છે. આ વિડીયો જોયા બાદ તમારા પગ નિચેથી જમીન સરકી જશે. જે પણ વ્યક્તિએ આ વિડીયો પહેલીવાર જોય ત્યારે તેમના હોશ ઉડી ગયા. વાસ્તવમા એક વ્યક્તિ આ વિડીયોમાં પોતાના કપાયેલા પગ લઈને રસ્તા પર ચાલતો જોવા મળે છે. જેને જોઈને લોકોની ચીસ નિકળી જાય છે.

આ વિડીયોમાં જોવા મળતો વ્યક્તિ પોતાના પગને હાથમાં લઈને ચાલી રહ્યો છે. જેને જોઈને પાર્કિંગમાં ઉભેલી મહિલા એકદમ ડરી જાય છે અને ત્યાંથી ભાગવા લાગે છે. ત્યારબાદ આ વ્યક્તિ એક લીફ્ટમાં પહોંચે છે. જેવો લીફ્ટનો દરવાજો ખુલે છે તેને જોઈને બે છોકરીઓ ગભરાઈ જાય છે અને ત્યાથી ભાગી જાય છે. જે પણ લોકો આ વ્યક્તિને જુએ છે તેઓ ડરી જાય છે.

ત્યારબાદ આ વ્યક્તિ એક મા દીકરા પાસે જાય છે. જેને જોઈને નાનો છોકરો એટલો ડરી જાય છે કે તે તેની માતાને છોડીને ભાગી જાય છે. જો કે આ વિડિયો એક પ્રેન્ક છે. જેને જોઈને દરેક વ્યક્તિના શ્વાસ અદ્ધર ચઢવા લાગે છે. આ વિડીયોને ઈન્સ્ટાગ્રામ પર beautiffulearth નામના એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડીયો શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું કે, લોકોના રિએક્શન જુઓ.

ત્રણ દિવસ પહેલા આ વિડીયોને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. હવે આ વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેને દોઢ લાખથી પણ વધુ લાઈક્સ મળી ચૂકી છે. જો કે આ વિડીયોને લઈને કેટલાક યૂઝર્સ ગુસ્સે પણ થયા છે. લોકો આવા વિડીયો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. એક વ્યક્તિએ આ વિડીયો અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે બાળકો સાથે આવું પ્રેન્ક ન કરવું જોઈએ. ક્યારેય આ મજાક ભારે પડી શકે છે. જેનાથી કોઈનો જીવ પણ જઈ શકે છે.

YC