અજબગજબ

લોકડાઉન: મિસ્ડ કોલ સાથે થયો પ્રેમ, પછી યુવકે 1300Km નું અંતર ચાલીને કાપી દીધું

કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન છે અને વાહન વ્યવહાર પણ બંધ છે. ત્યારે એક યુવકે મિસ્ડ કોલને કારણે અમદાવાદથી 1300 કિલોમીટર દૂર બનારસ સુધીનું અંતર ચાલીને કાપ્યું.

વાત એમ છે કે તેને પોતાની ગર્લફ્રેન્ડને મળવા માટે આટલું અંતર ચાલીને કાપ્યું. 12 મેના રોજ એક મહિલાએ મિર્ઝા મુરાદ પોલીસ સ્ટેશનમાં પોતાની દીકરીના ગાયબ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. યુવતીનો મોબાઇલ ટ્રેસ કર્યો અને યુવતીની લોકેશન લંકાના બનારસ ક્ષેત્રમાં મળી આવી હતી. પોલીસ જ્યારે લોકેશન પર પહોંચી ત્યારે જાણવા મળ્યું કે યુવતી તેના બોયફ્રેન્ડને મળવા માટે પોતાની મરજીથી આવી હતી.

Image Source

આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનના એસએચઓ સુનીત દત્તે જણાવ્યું હતું કે યુવક બનારસનો જ છે પણ અમદાવાદમાં રહીને કામ કરી રહ્યો હતો. તેમણે જણાવ્યું કે ચાર-પાંચ મહિના પહેલા મિસ્ડ કોલ દ્વારા તેની એ યુવતી સાથે મિત્રતા થઇ હતી. આ પછી બંનેને પ્રેમ થઈ ગયો. પછી તેઓએ મળવાનું વિચાર્યું પણ ત્યાં સુધીમાં દેશમાં લોકડાઉન થઇ ગયું હતું.

યુવક યુવતીને મળવા માટે બનારસ આવવા માંગતો હતો. પણ તેને કોઈ વાહન મળતું ન હતું, તો તે પગપાળા આવી ગયો. યુવતી પણ તેને મળવા પહોંચી ગઈ. જણાવી દઈએ કે યુવક અને યુવતીની પૂછપરછ કર્યા બાદ પોલીસે તેમની સામે કોઈ કાર્યવાહી કરી ન હતી. કારણ કે બંને પુખ્ત વયના હતા. યુવકને પોલીસે છોડી મુક્યો હતો અને યુવતીને તેના પરિવાર પાસે મોકલી દીધી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.