વાહ પ્રેમી હોય તો આવો, પ્રેમિકાને પ્રપોઝ કરવાની વીંટી લેવા પહોંચી ગયો સાત સમુદ્ર પાર ડાયમંડ નગરીમાં…પ્રપોઝ સમયે પ્રેમિકા પણ થઇ ભાવુક…જુઓ વીડિયો

પોતાની પ્રેમિકાને પ્રપોઝ કરવા માટે આ યુવકે કરી એવી સરપ્રાઈઝ પ્લાન કે જોઈને લોકો પણ રહી ગયા દંગ, વાયરલ થયો વીડિયો

પ્રેમ એક એવી વસ્તુ છે જેમાં પોતાના પાર્ટનરને ખુશ રાખવા માટે વ્યક્તિ કોઈપણ હદ સુધી જતો હોય છે. ઘણીવાર પોતાના પ્રિયજન માટે ચાંદ તારા તોડી લાવવાની વાતો પણ ઘણા પ્રેમીઓના મોઢે તમે સાંભળી હશે. ત્યારે ઇન્ટરનેટ પર પણ સાચો પ્રેમ વ્યક્ત કરવાના ઘણા બધા વીડિયો વાયરલ થતા તમે જોયા હશે.

આજના સમયમાં લોકો પોતાના પાર્ટનરને પ્રપોઝ કરવા માટે અલગ અલગ આયોજનો કરતા હોય છે, કોઈ ક્રિકેટ કે મોટા મેદાનોમાં હજારોની જનમેદની વચ્ચે પ્રપોઝ કરે છે, તો કોઈ ખાસ ગિફ્ટ દ્વારા, પરંતુ હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવકે તેની પ્રેમિકાને પ્રપોઝ કરવા માટે જે કામ કર્યું તે જોઈને તમે પણ હેરાન રહી જશો.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પ્રેમી પોતાની પ્રેમિકાને સરપ્રાઈઝ આપવા માટે અનેક પ્લાનિંગ કરે છે. આ માટે તે પહેલા વિશ્વની હીરાની રાજધાની એન્ટવર્પ પહોંચે છે અને પછી મિત્રો સાથે ડાન્સની પ્રેક્ટિસ કરે છે, જેથી તે આ ક્ષણને યાદગાર બનાવી શકે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ પ્લાનિંગ માટે વ્યક્તિ પહેલા તેના મિત્રો અને પરિવારજનોને ભેગા કરે છે અને તેના પાર્ટનરને સરપ્રાઈઝ કરતા પહેલા ઓડિટોરિયમ બુક કરાવે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર divyadeep_bhatnagar નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 25 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. જે યુઝર્સે વિડિયો જોયો છે તેઓ તેના પર વિવિધ આકર્ષક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે તેને ‘સાચો પ્રેમ’ કહ્યો તો કેટલાકે પોતાની રીતે અભિનંદન આપ્યા.

Niraj Patel