ખબર

અજાણ્યા શખ્સે બ્રિજ પર ઉભા રહીને મૂત્ર-વિસર્જન કરતા નીચેથી પસાર થઇ રહેલી બોટમાં સવાર લોકો થયા ઘાયલ

જર્મનીની રાજધાની બર્લિનથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, જે અનુસાર, બ્રિજ પર ઉભા રહીને એક વ્યક્તિએ મૂત્ર વિસર્જન કરવાથી નીચે નદીમાંથી પસાર થઇ રહેલી બોટ પર સવાર લોકો ઘાયલ થયા. આ દરમ્યાન ઘાયલ થયેલા 4 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યા તેમની સારવાર ચાલી રહી છે.

હવે તમે આ વાંચીને ચોંકી ગયા હશો કે કોઈના મૂત્ર વિસર્જન કરવાથી લોકો ઘાયલ કેવી રીતે થઇ શકે? પણ આમાં ચોંકવા જેવું કઈ જ નથી. થયું એવું કે પુલની ઊંચાઈ ખૂબ જ ઓછી હતી અને અચાનક જ તેમના પર પડેલા પેશાબને કારણે બોટમાં સવાર યાત્રીઓ ઉછળી પડયા અને તેમના માથા બ્રિજ સાથે ટકરાયા, જેને કારણે તેમના માથામાં ઇજા થઇ.

Image Source

જર્મનીના બર્લિન સ્થિત જૈનોવીત્ઝ બ્રિજ ઉપરથી એક શખ્સ પેશાબ કરી રહ્યો હતો, જેના પર નીચેથી પસાર થઇ રહેલી બોટમાં સવાર લોકોની નજર પડતા તેઓમાં અફરાતફરી મચી હતી. લોકો ગમેતેમ નાસભાગ કરવા લાગ્યા હતા જેમાં લોકોને ગંભીર ઇજા પણ થઇ. લોકોના ઘાયલ થયા બાદ મદદ માટે રેસ્ક્યુ ટિમ પણ બોલાવવી પડી હતી. જ્યારબાદ 3 મહિલા અને 1 પુરુષ એમ કુલ 4 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા કારણે કે તેઓને માથા પર ગંભીર રીતે ઇજા થઇ હતી.

Image Source

આ ઘટના પાછળ કોઈ અજાણ્યા વ્યક્તિનો હાથ હતો, જે આ ઘટના બાદ ફરાર થઇ ગયો છે. પોલીસે આ કેસમાં અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ હુમલાનો મામલો દાખલ કરી લીધો છે અને આરોપીની શોધ ચાલુ છે. આ ઘટના પર સોશિયલ મીડિયા પર લોકોએ ઘણો ગુસ્સો વ્યક્ત કર્યો છે. એક યુઝરે લખ્યું કે કોઈએ જ વિચાર્યું ન હતું કે બર્લિનમાં આવી ઘટના બની શકે. જેને પણ આ કર્યું છે, તેને પોલીસે જલ્દી પકડવો જોઈએ. બીજી તરફ પોલીસ પણ જલ્દી જ આરોપીને પકડવાની વાત કરી રહી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks