જુઓ કેવી રીતે 10 સેકેંડથી પણ ઓછા સમયમાં બાંધી શકાય છે ટાઈ, ખુબ જ કામનો છે આ વીડિયો, જુઓ

પ્રોફેશનલ લુક માટે ટાઈ ખુબ જ જરૂરી છે, પરંતુ સૌથી મોટી મુસીબત ટાઈ બાંધવાની છે, ઘણા લોકોને ટાઈ બાંધતા નથી આવડતું જેના કારણે તેમને પણ તકલીફ થતી હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ માત્ર 10 સેકેંડમાં જ ટાઈ કેવી રીતે બાંધવી તે શીખવી રહ્યો છે. આ વીડિયોને જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત પણ થઇ ગયા છે અને આ સરળ રીત લોકોને ખુબ જ કામમાં પણ લાગી રહી છે.

હાલમાં જ એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે દરેક માટે ખૂબ જ કારગર સાબિત થઈ રહ્યો છે. ઘણીવાર આવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે, જે તમારી નાની-નાની સમસ્યાઓને ચપટીમાં હલ કરી દે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાની ટાઈની ગાંઠને ચપટીમાં બાંધતો જોવા મળી રહ્યો છે, તે પણ માત્ર 10 સેકન્ડમાં, જેને જોઈને તમે પણ ચોંકી જશો.

10 સેકન્ડના આ વીડિયોમાં એક વ્યક્તિ ખૂબ જ સરળતાથી ટાઈની ગાંઠ બાંધે છે. વિડિયો જોયા પછી તમે કદાચ પહેલા સમજી નહીં શકો, પરંતુ થોડી સેકંડ પછી વીડિયોમાં વ્યક્તિ ધીમી ગતિમાં ટાઈની ગાંઠ બાંધતો જોવા મળે છે, જેથી તમે ઝડપથી ટાઈની ગાંઠ બાંધતા શીખી શકશો.  આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વિડિયો જોયા પછી નેટીઝન્સ આ વ્યક્તિની ટાઈ બાંધવાની રીતના વખાણ કરતાં થાકતા નથી. સમય બગાડ્યા વિના ટાઈ બાંધવાની આ રીત તમારા માટે પણ ઉપયોગી થઈ શકે છે. વીડિયો જોયા બાદ યુઝર્સ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 90 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. સાથે જ આ વીડિયોને લાખો લોકોએ લાઈક પણ કર્યો છે.

Niraj Patel