ખબર

લોકડાઉનમાં ઘરે જવા માટે આ વ્યક્તિ આટલા લાખો ખર્ચીને ઘરે પહોંચ્યો, આ ટ્રીક જાણીને ચકિત થઇ જશો

હાલ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે આખા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવી છે. લોકડાઉન વચ્ચે એવા લોકો પણ છે જે ઘર પહોંચવા માટે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર છે. હાલમાં જ ઉત્તરપ્રદેશના એક શખ્સની કહાની સામે આવી છે.

જે મુંબઈથી તેના ઘર ઇલ્હાબાદ પહોંચવા માટે 3 લાખ રૂપિયા ખર્ચ કરી દીધા છે. ન્યુઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ,ઈલાહાબાદમાં રહેનારા પ્રેમ મૂર્તિ પાંડેએ જણાવ્યું હતું કે, મુંબઈ એરપોર્ટ પર કામ કરે છે. મુંબઈના અંધેરી ઇસ્ટમાં આઝાદ નગરમાં રહે છે. પ્રેમ મૂર્તિએ જણાવ્યું હતું કે, મુંબઈ ઘણું ભીડભાડ વાળો વિસ્તાર છે. અહીં સૌથી વધુ આઝાદી હોય કોરોના વાયરસને ફેલાવવાનો ખતરો હતો.

Image source

પ્રેમમૂર્તિ પાંડેએ જણાવ્યું હતું કે, પહેલા ફેઝનું લોકડાઉનના 21 દિવસ તો પસાર થઇ ગયા હતા. પરંતુ બાદમાં બીજું લોકડાઉન થયું તો મેં લોકડાઉનની બધું જ ઉમ્મીદ છોડી દીધી હતી. તે સમયે મારા મનમાં એક વિચાર આવ્યો કે શાક ભાજી અને ખાવાનો સામાનના ટ્રકમાં ઘર પહોંચી શકાય છે. ટ્રક એક એવી વસ્તુ છે જેના માધ્યમથી તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ શકો છો.આ બાદ મેં 3 લાખ રૂપિયા ખર્ચીને ઘરે પહોંચી ગયો.

પ્રેમ પાંડેએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા મેં 10 હજાર રૂપિયા 1300 કિલો તરબૂચ ખરીદી મની ટ્રકમાં લોડ કરાવ્યા હતા. આ બાદ પીપલગામમાં જઇને 40 કિલોમીટર ચાલીને ડુંગળીના ભાવનો અંદાજ લગાડ્યો હતો. આ બાદ 2.32 લાખ રૂપિયામાં 25,520 કિલો ડુંગળી ખરીદી હતી.આટલું જ નહીં આ નાના ટ્રકને 77,500 પર ભાડે લીધો હતો.

Image source

જ્યારે તે મુંબઇથી યુપી પહોંચ્યો ત્યારે તે ટ્રકને સીધો તેના ગામની બહાર મુન્દ્રા મંડળી લઈ ગયો. જ્યાં તેણે ડુંગળી અને ફળો વેચવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ત્યાંના લોકોએ રોકડ પૈસા આપવાની ના પાડી. આવી સ્થિતિમાં પાંડે ટ્રક લઇને તેના ગામ પહોંચી ગયો હતો અને ઘરેથી તમામ સામાન ઉતારી લીધો હતો.

Image Source

આગળ તે કહે છે કે સાગરની ડુંગળી બજારમાં આવી રહી છે. અને લોકડાઉનને કારણે ડુંગળીના ભાવ હજી પણ ઓછા છે પરંતુ તેઓને ખૂબ આશા છે કે લોકડાઉન પૂર્ણ થયા બાદ આ ડુંગળીનો ભાવ તેમને મળશે. તેમજ તેણે ગામમાં પહોંચતાની સાથે જ તે ધુમનગંજ પોલીસ મથકે પહોંચ્યો હોવાનું અને પોલીસને પુરી માહિતી આપી હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત પોલીસકર્મીઓએ તેમની તબીબી તપાસ કરાવી હતી અને તેઓને ક્વોરેન્ટાઇનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.