ફોટોશૂટ કરતી વખતે બગડી ગયો છોકરીનો ડ્રેસ, તો છોકરાએ કરી દીધી આવી હરકત… જુઓ વીડિયોમાં

સોશિયલ મીડિયા ઉપર હાલ ઘણા વીડિયો રાતો રાત વાયરલ થઇ જાય છે અને તેમાં પણ લગ્ન અને ફોટોશૂટના વીડિયો ખાસ કરીને પસંદ કરવામાં આવે છે. મોટાભાગના લોકોને પોતાના લગ્ન દરમિયાન ફોટોશૂટ કરાવવાનો ખુબ જ ક્રેઝ હોય છે. પરંતુ ઘણીવાર ના ગમતું પણ બની જતું હોય છે. એવી જ એક ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક કપલ ફોટોશૂટ માટે ઉભું છે. અને હવાના કારણે યુવકની પાર્ટનરનો ડ્રેસ ઉડવા લાગે છે, ત્યારે યુવક યુવતીના ડ્રેસને પોતાના હાથે સરખો કરવા લાગી જાય છે. ડ્રેસ અવારનવાર ઉડે છે અને યુવક તેને સરખો કરતો જોવા મળે છે. જેનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયો જોઈને એમ સ્પષ્ટ કહી શકાય કે છોકરો કેટલો પઝેસિવ છે અને તે નથી ઈચ્છતો કે તેની પાર્ટનર ના અંગો તરફ કોઈ જુએ. ઘણા લોકો આ વાયરલ વીડિયોને જોઈને બંનેના બોન્ડિંગની પણ પ્રસંશા કરી રહ્યા છે.

ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ થયેલા આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ નિહાળ્યો છે, અને આ કપલની પ્રસંશા પણ કરી રહ્યા છે. આવી ઘણી જ ઘટનાઓના વીડિયો વાયરલ થતા હોય છે જે જોવાની પણ દર્શકોને ખુબ જ મજા આવે છે.

Niraj Patel