દુનિયાના સૌથી ખતરનાક અને ઝેરી સાપ કિંગ કોબ્રાને આ વ્યક્તિએ પાછળથી કરી કિસ, સાપે ફૂંફાડો માર્યો અને પછી… જુઓ વીડિયોમાં

આ ભાઈએ કર્યું એવું ખતરનાક સાહસ કે જોઈને તમને પણ પરસેવો વળી જશે, કિંગ કોબ્રાને પાછળથી કરવા ગયો કિસ અને પછી…

સાપ દુનિયાના ખતરનાક જીવોમાંથી એક છે. સાપને જોઈને ભલ ભલા ચમરબંધીની હાલત પણ  કફોડી થઈ જાય છે. જો આપણે ક્યાંક જતા હોય કે ઉભા હોય અને સાપ દેખાઈ જાય તો મોઢામાંથી ચીસ નીકળી જતી હોય છે, પરંતુ ઘણા લોકો સ્નેક લવર્સ પણ હોય છે અને સાપ સાથે તે એવી એવી હરકતો કરે છે કે આપણે જોઈને જ હેરાન રહી જઈએ.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ સાપને કિસ કરતો જોવા મળે છે અને આ સાપ પણ કોઈ મામૂલી સાપ નથી પરંતુ દુનિયાના સૌથી ઝેરી અને ખતરનાક સાપની પ્રજાતિમાં આવતો કિંગ કોબ્રા સાપ છે અને આ વ્યક્તિ સાપને પાછળથી કિસ કરે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ઊંચા અને ખતરનાક દેખાતા કિંગ કોબ્રાની પાછળ બેઠો છે. માણસ ધીમે ધીમે સાપ તરફ આગળ વધે છે અને તેને ચુંબન કરવાનો પ્રયાસ કરે છે. વ્યક્તિની આ ક્રિયાને કારણે સાપ ગુસ્સાથી ભરાઈ જાય છે અને બદલો લેવાનો પ્રયાસ કરે છે.

થોડા સમય પછી ફરીથી તે વ્યક્તિ તેને કિસ કરવા માટે આગળ વધે છે પરંતુ આ વખતે તે સફળ રહ્યો છે. સાપ પણ શાંત બેઠેલો જોવા મળે છે. આ વીડિયોમાં વ્યક્તિ જે પ્રકારનું એક્શન કરતો જોવા મળી રહ્યો છે તે તેના માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. કિંગ કોબ્રાનો આ વીડિયો snakebytestv નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ અને હજારો લાઈક્સ મળી ચૂક્યા છે. વીડિયો જોયા બાદ નેટીઝન્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Niraj Patel