યુવતીએ યુવક સાથે વાત ના પાડી એટલામાં તો ગુસ્સે ભરાયો યુવક, ધારદાર હથિયાર સાથે જાહેરમાં જ કર્યો હુમલો, રાહદારીઓએ બચાવ્યો જીવ, જુઓ વીડિયો

સુરતની ગ્રીષ્મા જેવી ઘટના બનતા રાહદારીઓએ અટકાવી, જાહેરમાં જ ધારિયું લઈને યુવતીને કાપી નાખવાનો હતો યુવક અને પછી… જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

Man try to kill girl by sharp Weapon : ગુજરાત સમેત દેશભરમાં મહિલાઓ અને યુવતીઓ સાથે છેડછાડ અને દુષ્કર્મની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. તો સાથે સાથે એકતરફી પ્રેમમાં કે પછી પ્રેમમાં અલગ થવાના કારણે પણ એકબીજાની હત્યા કરી દેવાના મામલાઓ સતત વધી રહ્યા છે. ત્યારે હાલ એક એવી જ એક ઘટનાના વીડિયોએ ચકચારી મચાવી છે, જેમાં જાહેરમાં જ એક યુવક યુવતી પર ધારદાર હથિયાર સાથે હુમલો કરતો જોવા મળી રહ્યો છે.

આ હચમચાવી દેનારી ઘટના સામે આવી છે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાંથ.  થોડા દિવસો પહેલા 26 વર્ષની MPSC ટોપર દર્શના પવારની રાજગઢની તળેટીમાં હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર મહારાષ્ટ્ર હચમચી ઉઠ્યું હતું. દરમિયાન, આજે પુણેમાં વધુ એક ચોંકાવનારી ઘટના બની છે. શહેરના સદાશિવ પેઠ વિસ્તારમાં ધોળા દિવસે એક યુવતી પર ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો.

સદનસીબે રાહદારીઓ દ્વારા  22 વર્ષીય હુમલાખોરનો સામનો કર્યો અને છોકરીનો જીવ બચી ગયો. પરંતુ યુવતી ગંભીર રીતે ઘાયલ છે. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC)ની પરીક્ષાની તૈયારી કરી રહેલી એક યુવતી પર આજે સવારે 10 વાગ્યે પુણેના સદાશિવ પેઠના પેરુગેટ વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો. આરોપ છે કે યુવતીની સાથે તેના પૂર્વ સહાધ્યાયી, જે MPSCની તૈયારી કરી રહ્યો હતી, તેણે રસ્તાની વચ્ચે ધારદાર ધારિયા વડે તેની સાથે મારપીટ કરી હતી.

પરંતુ ત્યાં હાજર કેટલાક બહાદુર લોકોએ આરોપીનો મુકાબલો કર્યો અને યુવતીનો જીવ બચાવ્યો. લોકોએ આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હુમલાખોરની ઓળખ પુણે જિલ્લાના મુલશી તાલુકાના ડોંગરગાંવના રહેવાસી શાંતનુ લક્ષ્મણ જાધવ તરીકે થઈ છે. જ્યારે 20 વર્ષીય પીડિતા કોથરુડની રહેવાસી છે.

દરમિયાન પીડિત યુવતીએ કહ્યું કે, “હું કોલેજ જતી હતી. તે (શાંતનુ જાધવ) મને વારંવાર તેની સાથે પાંચ મિનિટ વાત કરવાનું કહેતો હતો. પરંતુ જ્યારે મેં તેની વાત ન માની ત્યારે તેણે મને ધારિયા વડે માર માર્યો. જ્યારે હું દોડવા લાગી ત્યારે તે ધારિયું લઈને મારી પાછળ દોડવા લાગ્યો, ત્યારે જ કેટલાક લોકોએ તેને પકડી લીધો. તેઓએ તેને માર માર્યો અને તેને પોલીસને હવાલે કર્યો.”

પીડિતાએ વધુમાં જણાવ્યું કે, અમે કોલેજમાં મિત્રો હતા. મેં તેની સાથે વાત કરવાનું બંધ કરતાં જ તેણે મને ધમકાવવાનું શરૂ કર્યું. પીડિતાએ કહ્યું, “તે મારો મિત્ર હતો. જ્યારે તેણે મને પ્રપોઝ કર્યું ત્યારે મેં ના પાડી દીધી. તે પછી તેણે મને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું. તે મારી કૉલેજ પાસે આવીને મને બોલાવતો, માર મારતો. તે પછી પણ તે સતત મારો પીછો કરતો હતો. મેં ના પાડી હતી.પછી મેં તેના પરિવારને આ અંગે ફરિયાદ કરી હતી પરંતુ તેઓએ કોઈ કાર્યવાહી કરી ન હતી.મેં તેના ઘરે ફરિયાદ કરી હતી જેથી તેણે આજે મારા પર હુમલો કર્યો હતો.જેના કારણે મારા હાથ પર ટાંકા આવ્યા હતા અને માથામાં પણ ટાંકા આવ્યા હતા. તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મારી ભૂલ ન હોવા છતાં તે મારી કોલેજ પાસે આવ્યો અને મારા પર ધારિયા વડે હુમલો કર્યો.”


આ દરમિયાન વિસ્તારના કેટલાક સ્થાનિક યુવાનો સમયસર દોડી આવ્યા હતા અને આરોપી શાંતનુ જાધવના હાથમાંથી ધારિયું છીનવી લીધું હતું અને યુવતીનો જીવ બચાવ્યો હતો. આ પછી તેને માર માર્યા બાદ પોલીસ સ્ટેશન લઈ જઈ પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક યુવક પણ ઘાયલ થયો હોવાનું કહેવાય છે. આ અંગેની વધુ તપાસ વિશ્રામબાગ પોલીસ સ્ટેશનની પોલીસે હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 307 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Niraj Patel