વાયરલ

બાઈક સાથે રેલવે ક્રોસિંગ પાર કરી રહ્યો હતો આ યુવક, ત્યારે જ અચાનક આવી ગઈ ટ્રેન, જુઓ વીડિયોમાં પછી શું હાલત થઇ

CCTV : બાઇક ચાલક રેલવે ફાટક પરથી પસાર થઇ રહ્યો હતો અને અચાનક જ આવી ટ્રેન, પછી જુઓ વીડિયોમાં કેવી હાલત થઇ..

આપણા દેશની અંદર ઘણા રેલવે ક્રોસિંગ એવા પણ છે કે જ્યાં આજે પણ ફાટક નથી અને ત્યાં ઘણી દુર્ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ઘણા એવા લોકો પણ હોય છે જે રેલવે ક્રોસિંગ ઉપર ફાટક હોવા છતાં પણ થોડો સમય બચાવવા માટે સહેજવાર પણ રાહ જોવા તૈયાર નથી થતા અને ટ્રેન આવવાની થોડી સેકેંડ પહેલા પણ ક્રોસિંગ કરતા હોય છે.

આવી જ એક ઘટનનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવક પોતાની બાઈક સાથે રેલવે ક્રોસિંગ કરવા માટે જઈ રહ્યો છે અને અચાનક જ ટ્રેન આવી ચઢે છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોને રાજેન્દ્ર બી એકલેકર દ્વારા ટ્વીટર ઉપર શેર કરવામાં આવ્યો છે. જેમાં એક યુવક ખુબ જ બેજવાબદાર દેખાઈ રહ્યો છે. ફાટક બંધ હોવા છતાં પણ તે પોતાની બાઇકને આગળ લઇ જવા માંગે છે.

આ 38 સેકેન્ડના વીડિયોની અંદર તમે જોઈ શકો છો કે રેલવે ફાટક બંધ છે. તે છતાં પણ લોકો પાટાને પર કરી રહ્યા છે. આ દરમિયાન જ એક યુવક બાઈકથી ટ્રેક પાર કરવા માટે આગળ વધે છે. પરંતુ ટ્રેન નજીક આવતી જોઈને તે ઉભો રહી જાય છે.

પોતાની બાઇકને પાછી વાળવા જતા જ તેનું સંતુલન બગડી જાય છે અને બાઈક પાટા પાસે જ પડી જાય છે. પહેલા તે યુવક બાઇકને ઉઠાવવાનું વિચારે છે પરંતુ ટ્રેનને એકદમ નજીક આવતા જોઈને તે પણ ત્યાંથી દૂર ભાગે છે. અને ટ્રેનની પૂર ઝડપમાં બાઇકના એકેએક ભાગ તૂટીને નવરા પણ થઇ જાય છે. જુઓ તમે જ આ વાયરલ વીડિયોમાં.