અજબગજબ

આ વ્યક્તિએ એવી ટ્રીક શોધી કે કૃ મેમ્બરે મફતમાં બિઝનેસ ક્લાસની ટિકિટ કરી આપી

આપણે બધાએ ટ્રેન, બસ, પ્લેન વગેરેમાં સફર તો કરી જ હોય છે પણ વાત જ્યારે પ્લેનમાં યાત્રા કરવાની હોય તો મનમાં એક સપનું તો ચોક્કસ હોય જ છે કે આખરે ક્યારે બિઝનેસ ક્લાસમાં યાત્રા કરવાનો મૌકો મળશે. જો કે તેના માટે અઢળક પૈસા ખર્ચ કરવા બધા માટે શક્ય નથી.

 

View this post on Instagram

 

Instead of everyone hating me this week why don’t we just talk about it 😜💁‍♂️

A post shared by JAMIE ZHU (@jamiezhu) on

પ્લેનના બિઝનેસ ક્લાસમાં સફર કરવી કોને પસંદ ન હોય. પહોળી અને મોટી મોટી સીટો, સરસ જમવાનું, અને આ સિવાય સીટને લાંબી કરીને સૂવું કોને પસંદ ન હોય. એવામાં એક વ્યક્તિએ પોતાના બિઝનેસ ક્લાસમાં સફર કરવાના સપનાને ખુબ ચાલાકીથી પૂર્ણ કરી લીધું અને તે પણ ટિકિટના પૈસા આપ્યા વગર જ.

 

View this post on Instagram

 

HAPPY NEW YEAR!😊 Sending all my best wishes to you guys from Melbourne ❤️🇦🇺

A post shared by JAMIE ZHU (@jamiezhu) on

આખરે કેવી રીતે બન્યું આવું?:
ઓસ્ટ્રેલિયાનો રહેનારો Jamie Zhu નામનો વ્યક્તિ Cathay Pacific થી સફર કરવાનો હતો. ત્યારે એરપોર્ટ પર જ તેણે એક પ્રયોગ કરવાનું વિચાર્યું. તેના માટે તેણે સૌથી પહેલા એરપોર્ટ પરથી પગમાં ઇજા થવા પર પહેરવામાં આવતા શૂઝ ખરીદ્યા અને તેને પહેરીને પોતાની ફ્લાઈટમાં ઇકોનોમિક સીટ પર ચાલ્યો ગયો.

 

View this post on Instagram

 

Went to the hotsprings today 😍💦

A post shared by JAMIE ZHU (@jamiezhu) on

પોતે પહેરેલા શૂઝ દ્વારા તે પોતાની સીટમાં ફિટ આવી રહ્યો ન હતો જેથી તેણે ફ્લાઇટ અટેંડેંટને કહ્યું કે,”હું અહીં ફિટ આવી રહ્યો નથી, આ શૂઝ ફિટ નથી આવી રહ્યા. મારા પગની ઘૂંટીમાં ઇજા થયેલી છે અને તૂટી ગઈ છે માટે મેં આવા શૂઝ પહેર્યા છે. શું હું કોઈ બીજી સીટ પર બેસી શકું!”

Image Source

એવામાં ફ્લાઇટ અટેંડેંટએ પોતાના અન્ય સાથીઓ સાથે વાત કરી અને પુરી ઘટનાની જાણ કરી. જેના પછી જેમીનું ટ્રાન્સફર ઇકોનોમિક ક્લાસ માંથી બિઝનેસ ક્લાસમાં કરાવી દીધું. આ સિવાય તેને જમવાનું અને પુરી સુવિધાની વસ્તુઓ પણ બિઝનેસ ક્લાસની જ આપવામાં આવી હતી.

Image Source

આવી રીતે તેણે પુરી મુસાફરી ઇકોનોમિક ક્લાસની ટિકિટ પર અન્ય કોઈપણ પ્રકારના ચાર્જ વગર બિઝનેસ ક્લાસમાં કરી. જેમીએ આ પુરી ઘટનાંનો વિડીયો પણ શૂટ કર્યો હતો અને તેને પોતાના ઇસ્નટાગ્રામ પર શેર પણ કર્યો હતો, જે ખુબ વાયરલ પણ થઇ રહ્યો છે.

Image Source

જુઓ Jamie Zhu નો આવી રીતે મુસાફરી કરવાના પ્રયોગનો વિડીયો…

 

View this post on Instagram

 

A post shared by JAMIE ZHU (@jamiezhu) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.