બાઈક થઇ ગયું જૂનું તો આ વ્યક્તિએ બનાવી નાખી હોડી, અપનાવ્યો ગજબનો જુગાડ, જોઈને તમારી આંખો પણ ચકરાઈ જશે

આપણા દેશની અંદર દરેક સમસ્યા માટે કોઈને કોઈ જુગાડ મળી જતા હોય છે. ઘણા લોકો એવા એવા જુગાડ કરે છે કે તે જોઈને આપણી પણ અક્કલ કામ કરતી બંધ થઇ જાય. આવા જ દેશી જુગાડના ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થતા હોય છે. આવો જ એક વીડિયો લોકોના હોશ ઉડાવી રહ્યો છે જેમાં પણ એક એવો જુગાડ જોવા મળી રહ્યો છે કે જે લોકોની કલ્પના બહાર છે.

આ વીડિયોમાં એક જૂની બાઇકને બોટમાં પરિવર્તિત કરવામાં આવી છે. આ સાંભળવામાં થોડું અજીબ લાગશે પણ આ સત્ય છે. સોશિયલ મીડિયા પર પણ આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે લોકો એક બાઇક જેવી બોટ લઈને જઈ રહ્યા છે. બાઈકની ફ્રેમ બોટની ટોચ પર સંપૂર્ણ રીતે સ્થાપિત કરવામાં આવી છે.

આ ઉપરાંત નીચે એક સપાટ બોટ જેવો આધાર સેટ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, બોટને ચલાવવાના ઘણા ફીચર્સ સાઇડમાં આપવામાં આવ્યા છે. વીડિયોમાં આ જુગાડુ બોટ જોઈને તમને આશ્ચર્ય થશે. તમે આના જેવી બોટ પહેલા ક્યારેય નહિ જોઈ હોય. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર beautifulteach પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.


સોશિયલ મીડિયામાં પોસ્ટ થયા બાદ વીડિયોને લાખો લોકોએ જોયો છે. આ વીડિયોને 2.8 લાખથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. લોકોને આ દેશી જુગાડ એટલો બધો પસંદ આવી રહ્યો છે કે વીડિયોની અંદર ઘણા લોકો કોમેન્ટ કરીને આ દેશી જુગાડના ખુબ જ વખાણ પણ કરી રહ્યા છે.

Niraj Patel