સેલ્ફીનો ક્રેઝ ! વંદે ભારત એક્સપ્રેસમાં સેલ્ફી લેવા ચઢ્યો આ વ્યક્તિ, પહોંચી ગયો 200 કિમી દૂર- જાણો કેવી રીતે

વંદે ભારતમાં સેલ્ફી સેવા ચઢ્યો હતો આ વ્યક્તિ, પણ ત્યારે જ થયો દગો, પહોંચી ગયો 200 કિમી દૂર, જુઓ આગળ શું થયુ

એક બાદ એક ઘણી રાજ્યોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત થઇ ચૂકી છે. આધુનિક અને લક્ઝરી ફિલ આપનારી આ ટ્રેનમાં સફર કરવું પોતાનામાં એક શાનદાર અનુભવ છે. એવામાં ઘણા લોકો આ ટ્રેનમાં સવાર થયા બાદ સેલ્ફી લેતા પણ જોવા મળે છે. ઘણા લોકો તો ખાલી ફોટો ક્લિક કરાવવા જ આ ટ્રેનમાં આવે છે. આવી જ ઘટના આંધ્રપ્રદેશના રાજમુંદરીમાં સામે આવી, જ્યાં એક વ્યક્તિ સેલ્ફી લેવા માટે વંદે ભારત ટ્રેનના કોચમાં સવાર થઇ ગયો. ટ્રેનમાં ચઢ્યા બાદ તેણે સેલ્ફી ક્લિક કરી.

પણ ટ્રેન ચાલ્યા પહેલા જ જ્યારે તે ઉતરવા લાગ્યો તો અચાનક ટ્રેનના દરવાજા બંધ થઇ ગયા અને તે ટ્રેનની અંદર જ ફસાઇ ગયો તે બાદ તેને ટ્રેનમાં 200 કિમી દૂર સફર કરવી પડી. જ્યારે તે વ્યક્તિ વંદે ભારત કોચમાં પ્રવેશ્યો ત્યારે તેને રાજમુન્દ્રી સ્ટેશન પર રોકી દેવામાં આવ્યો હતો. દરવાજા બંધ થયા પછી, તેણે ટિકિટ ચેકરને દરવાજો ખોલવા વિનંતી કરી, પરંતુ ટીસીએ તેમ કરવામાં અસમર્થતા દર્શાવી. આ પછી તે ટ્રેનમાં બેસીને 190.6 કિમી દૂર વિશાખાપટ્ટનમ ગયો અને ત્યાંથી કોઈક રીતે પાછો ફર્યો.

ટીસીએ તેની પાસેથી વિશાખાપટ્ટનમ સુધીનું ભાડું વસૂલ્યું હતું અને તેને ત્યાં ટ્રેનમાંથી ઉતારી દીધો હતો. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં આ વ્યક્તિ પોતાના હાથ વડે ટ્રેનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. પછી ટીસીના આગમન પહેલા ટ્રેન છોડવાનો પ્રયાસ કરે છે, પરંતુ દરવાજો ખુલતો નથી. વાયરલ વીડિયોમાં, જે વ્યક્તિ રાજમુન્દ્રી ખાતે ટ્રેનમાં ચડ્યો હતો તે ટીસીને કહે છે કે તે માત્ર વંદે ભારત ટ્રેનમાં ફોટો લેવા આવ્યો હતો.

પછી તે ટીસીને દરવાજો ખોલવા કહે છે. વાયરલ વીડિયોમાં ટીસી વ્યક્તિને ઉશ્કેરતો જોવા મળી રહ્યો છે. ગુસ્સે ભરાયેલા ટીસીએ આ વ્યક્તિને કહ્યું, ‘એકવાર દરવાજો બંધ થઈ જાય પછી તે ખોલી શકાતો નથી. તે તેની જાતે જ થાય છે. ટ્રેનની અંદર ફોટા પાડવા કોણ આવે છે ? શું તમે પાગલ છો?’ આંધ્રપ્રદેશના આ વ્યક્તિને વંદે ભારત એક્સપ્રેસમાં સેલ્ફી લેવી ખૂબ જ મોંઘી પડી.

જણાવી દઈએ કે 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઠમી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તેલંગાણાના સિકંદરાબાદથી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ વચ્ચે દોડી રહી છે. આ બે સ્ટેશનો વચ્ચેનું અંતર લગભગ 700 કિમી છે, જે વંદે ભારત દ્વારા કવર કરવામાં 8 કલાક લાગે છે.

Shah Jina