ભારતમાં જ નહિ, દુનિયાભરમાં મેટ્રોની અંદર વિચિત્ર હરકતો કરનારા ભર્યા પડ્યા છે, આ વીડિયો જોઈને તમે પણ કહેશો… આતો આપણા કરતા પણ આગળ નીકળ્યા.. જુઓ

મેટ્રોને ઉભી રાખવા માટે દરવાજો પકડીને ખેંચવા લાગ્યો આ વ્યક્તિ, પેસેન્જર બહાર આવતા એમની સામે જ ટી શર્ટ કાઢીને કસરત પણ કરી, જુઓ વીડિયો

Brazil Metro Viral Video :છેલ્લા ઘણા સમયથી ભારતમાં મેટ્રો (indian metro) ની અંદર વિચિત્ર હરકતોના ઘણા બધા વીડિયો સામે આવ્યા છે. ઘણા લોકો મેટ્રોની અંદર એવા એવા કારનામા કરતા હોય છે જેને જોઈને લોકોને પણ ગુસ્સો આવી જતો હોય છે. કોઈ છોકરી બિકીની પહેરીને આવે છે તો કોઈ છોકરો હસ્તમૈથુન કરતો જોવા મળ્યો છે. આવા ઘણા વીડિયો વાયરલ થયા છે.

ત્યારે ખાલી ભારતમાં જ એવું નથી કે મેટ્રોની અંદર આવી વિચિત્ર હરકતો થતી હોય છે. અન્ય દેશોમાં પણ સ્થિતિ આવી જ છે. હાલ એક વીડિયો બ્રાઝિલમાંથી સામે આવ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ મેટ્રો સ્ટેશન પર વિચિત્ર વર્તન કરતો જોવા મળી રહ્યો છે. ક્લિપની શરૂઆત વાદળી ટી-શર્ટ અને કાળા ટ્રેક પેન્ટમાં ઊંચો વ્યક્તિ, સ્ટેશન પર ઊભા રહીને સ્ટ્રેચિંગથી થાય છે.

આ દરમિયાન મેટ્રો ત્યાં જ અટકી જાય છે, જેને તે રોકવાનો પ્રયાસ કરવા લાગે છે. ત્યારબાદ મેટ્રોનો ગેટ ખુલે છે અને મુસાફરો નીચે ઉતરવા લાગે છે. ત્યારે જ તે વ્યક્તિ તેની ટી-શર્ટ કાઢીને ફેંકી દે છે અને ફરીથી કસરત કરવા લાગે છે. તેની હરકતો જોઈને મેટ્રોમાં બેઠેલા લોકો આશ્ચર્યની નજરે જોતા જોવા મળે છે. વીડિયો જોઈને સ્પષ્ટપણે સમજી શકાય છે કે આ વ્યક્તિ ધ્યાન ખેંચવા માટે જાણી જોઈને આવું કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sach Kadwa Hai (@sachkadwahai)


આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર (@sachladeahai) નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે “દિલ્હી અને બ્રાઝિલ મેટ્રોની એક જ હાલત છે.” બે દિવસ પહેલા શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ મળી ચૂક્યા છે. આ સાથે યુઝર્સ તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એકે લખ્યું, ‘મેટ્રો મનોરંજન માટે શ્રેષ્ઠ સ્થળ છે’. બીજાએ લખ્યું છે કે ‘આ લોકો શું નશો કરે છે’.

Niraj Patel