10 રૂપિયાની શરત જીતવાના ચક્કરમાં આ છોકરાએ ગુમાવી દીધા 3500, મિત્રની વાત માનીને કર્યુ એવું કામ કે…જુઓ વીડિયો

ગરમીથી તંગ આવી આ વ્યક્તિએ ટ્રાફિક સિગ્નલ પર કર્યુ એવું કામ કે…વીડિયો થઇ ગયો વાયરલ

Bathing On Traffic Signal : સોશિયલ મીડિયા પર લાઈક્સ મેળવવા માટે લોકો શું-શું કરે છે ? એવા ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં વ્યક્તિ રીલના ચક્કરમાં કે વાયરલ થવાના ચક્કરમાં પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા વિચારતો નથી. હાલમાં એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એક 24 વર્ષીય વ્યક્તિએ વ્યસ્ત રસ્તા પર ન્હાવા માટે 10 રૂપિયાની શરત લગાવી. આ વીડિયો તમિલનાડુનો હોવાનું કહેવાય છે.

વ્યક્તિએ ઈરોડના ભીડભાડવાળા પન્નીરસેલ્વમ પાર્ક જંકશન પર નહાવાનો વીડિયો રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો. જો કે, તેના સ્ટંટે પોલીસનું ધ્યાન ખેંચ્યું, અને ટ્રાફિકના નિયમો તોડવા બદલ તેને રૂ. 3,500નો દંડ ફટકાર્યો. જણાવી દઇએ કે, આ છોકરાના મિત્રએ તેની સામે એક શરત મૂકી. જેના વિશે સાંભળીને તેને લાગ્યું કે ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ વધારવા માટે આનાથી સારી તક કોઈ હોઈ શકે નહીં.

ચેલેન્જ પૂરી કરવાને બદલે તેને 10 રૂપિયા પણ મળવાના હતા. પછી શું… તે સ્કૂટી લઇ ઈરોડના પન્નીરસેલ્વમ પાર્ક સિગ્નલ પર ગયો અને અહીં તેણે વાહન પર બેસીને સ્નાન કરવાનું શરૂ કર્યું, જેથી તેના મિત્ર દ્વારા આપવામાં આવેલી શરત પૂરી થઈ શકે અને વીડિયો પોસ્ટ કરવાની સાથે તેને સારી લાઈક્સ પણ મળે. જો કે, આ વીડિયો જોતજોતામાં સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઇ ગયો.

જ્યારે પોલીસ અધિક્ષકને આ અંગેની જાણ થઈ તો તેમણે ટ્રાફિક પોલીસને છોકરાનું ચલણ કાપવા કહ્યું. મળતી માહિતી મુજબ તેને 3500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા મુંબઈમાં એક છોકરી અને છોકરાનો વિચિત્ર વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તેઓ સ્કૂટી ચલાવતા ન્હાતા જોવા મળ્યા હતા.

આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે સિગ્નલ પર ડાન્સ કરવા અથવા રસ્તા પર સ્કૂટી ચલાવતી વખતે નહાવા જેવી વસ્તુઓ કરવા પાછળ દરેકના અલગ-અલગ હેતુ હોય છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે આવું કરે છે, જ્યારે કેટલાક લોકો માત્ર દેખાડો કરવા માટે કરે છે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે આવુ કરવાથી માત્ર ટ્રાફિક પોલીસને જ અગવડતા નથી પડતી પરંતુ ત્યાંથી પસાર થતા લોકોને પણ અગવડતા પડે છે.

Shah Jina