ન્હાવા માટે ક્યાંય ના મળી જગ્યા ? મેટ્રોમાં કપડા ઉતારી ન્હાવા લાગ્યો આ વ્યક્તિ, વીડિયો થયો વાયરલ

માથા પર ચઢ્યુ વાયરલ થવાનું ભૂત, બિકિની ગર્લ પછી મેટ્રોમાં નાહી રહેલા વ્યક્તિના વીડિયોની ધૂમ

મેટ્રોમાં કિસ કરતા કપલનો વીડિયો, ડાન્સ રીલ બનાવવાનો વીડિયો તો બિકી પહેરી ટ્રાવેલ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પણ શું તમે ક્યારેય કોઈને ચાલતી મેટ્રોમાં નહાતા જોયા છે ? કપડા વગર મેટ્રોમાં ન્હાવાનું સાંભળીને તમને પણ નવાઈ લાગી હશે હે ને…જો કે, આવો વીડિયો દિલ્હી મેટ્રોનો નહીં પણ અમેરિકાના ન્યૂયોર્કનો છે. એક વ્યક્તિ મેટ્રો ટ્રેનની અંદર ન્હાતો જોવા મળે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો અને લોકો આ વીડિયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. જો કે, આ વીડિયોની ગુજ્જુરોક્સ પુષ્ટિ કરતું નથી. વીડિયોમાં એક યુવક પેસેન્જર સીટની આગળના ભાગમાં મેટ્રોના ફૂટબોર્ડ પર ટ્રોલી બેગ મૂકી ન્હાતો જોવા મળી રહ્યો છે. કેટલાક પેસેન્જર શરૂઆતમાં આ યુવક શું કરી રહ્યો છે તે સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

યુવક એક પછી એક કપડાં ઉતારે છે અને પછી ટ્રોલી બેગ ખોલી તેની અંદર બેસી પોતાના શરીર પર સાબુ લગાવે છે. જે બાદ તે પાણીથી ન્હાતો જોવા મળી રહ્યો છે. અંતે, તે ટુવાલથી પોતાનું શરીર લૂછતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ ગયો હતો અને લોકો વીડિયો જોઇ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- નમૂના દરેક જગ્યાએ જોવા મળે છે, ન્યૂયોર્ક પણ કંઇ અપવાદ નથી.

બીજા એક યુઝરે લખ્યું- તે મને ભારતીય લાગી રહ્યો છે. અમને ટ્રેન્ડમાં રહેવાનો શોખ છે. એક અન્ય યુઝરે લખ્યું- ટૂંક સમયમાં ભારતમાં પણ તેની કોપી થશે. એક બીજા યુઝરે લખ્યું- આ જોઈને કોઇ પણ એ ભારતની મેટ્રોમાં સ્નાન ન કરવું. સુરક્ષાકર્મીઓએ સાવચેત રહેવાની જરૂર છે. જો કે, એકે તો એવું પણ કહ્યું કે આ વીડિયો જૂનો છે, હવે કેમ વાયરલ થઈ રહ્યો છે?

Shah Jina