ખબર

માતા માટે સ્કૂટરથી 48,100‍ કિલોમીટરની યાત્રા કરી તો અબજોપતિ મહિન્દ્રાએ ખુશ થઈને કહ્યું, હું ગિફ્ટમાં…

આજના જમાના પ્રમાણે ઘણીવાર બાળકોને તેના માતા-પિતા સાથે રહેવું નથી ગમતું હોતું. માતા- પિતાને બહાર ફરવા લઇ જવાની તો બહુ દૂરની વાત છે, ત્યારે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને વાંચીને તમારી આંખો ભરાઈ જશે.

મૈસૂરમાં રહેનારા એક માં-દીકરાની કહાની પર લોકો પ્રેમ વરસાવી રહ્યા છે. મૈસૂરમાં રહેનારો ડી.કૃષ્ણકુમારની 70 વર્ષીય માતા કયારે પણ શહેરની બહાર ગઈ ના હતી. માતાએ કૃષ્ણ કુમાર પાસે એક તીર્થયાત્રા કરવાની ઈચ્છા દર્શાવી હતી. ડી. કૃષ્ણ કુમારે તેની માતાની આ ઈચ્છા પુરી કરી હતી. કૃષ્ણ કુમાર તેની 70 વર્ષની માતાને સ્કૂટર પર બેસાડીને ગત જાન્યુઆરીમાં તીર્થયાત્રા પર નીકળી ગયા હતા. કૃષ્ણકુમારે સ્કૂટરથી 48,100 કિમિની યાત્રા કરી હતી. જયારે આ સમગ્ર ઘટનાની જાણ થતા મશહૂર ઉધોગપતિ આનંદ મહિન્દ્રાને ભાવુક કરી દીધા હતા. આનંદ મહિન્દ્રાએ આ કહાનીને શેર કરી સાથો-સાથ એક ઘોષણા પણ કરી દીધી હતી.

ડી.કૃષ્ણકુમાર અને તેની માતાની આ કહાનીનો વિડીયો મનોજકુમારે તેના ટ્વીટર પર શેર કર્યો હતો. મનોજ નંદી ફાઉન્ડેશનનો સીઈઓ છે. આનંદ મહિન્દ્રાએ મનોજ કુમારના ટ્વીટને શેર કરી લખ્યું હતું કે,’ માં અને શન માટેના પ્રેમની એક ખુબસુરત કહાની… મનોજ આને શેર કરવા માટે આભાર. જો તમે તેનો સંપર્ક કરી શકો છો તો હું તેને એક મહિન્દ્રા KUV100 NXT ગિફ્ટ કરવા માંગું છું. જેથી તે તેની આગામી યાત્રામાં આ કાર લઈને જઈ શકે.’

શેર કરેલા વિડીયોના મુજબ, કૃષ્ણકુમાર તેની માતાને તીર્થયાત્રા કરાવવા માટે નોકરી પણ છોડી દીધી હતી. ડી. કૃષ્ણકુમાર અને તેની માતા 20 વર્ષ જુના બજાજ ચેતક સ્કૂટર લઈને ગયા હતા. આ યાત્રાને તેને ‘માતૃસેવા સંકલ્પ યાત્રા’ નામ આપ્યું હતું. આ યાત્રા દરમિયાન માતા-પુત્રએ દેશના ઘણા તીર્થસ્થળોની યાત્રા કરી હતી. આ બન્નેએ યાત્રા દરમિયાન હોટેલની બદલે મઠમાં જ સમય વિતાવ્યો હતો. આ અનોખી યાત્રા દરમિયાન સ્કૂટર પર હંમેશા જરૂરી સમાન લઈને જતા હતા. માં હમ્પી શહેર પણ જોવા માંગતી હતી. ડી કૃષ્ણકુમારે તેની ઈચ્છા પૂર્ણ કરવા માટે બેન્કની નોકરી પણ છોડી દીધી હતી.


39 વર્ષીય ડી. કૃષ્ણકુમારે એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,સંયુક્ત કુટુંબ હોવાને કારણે મારી માતાનીભૂમિકા મારા પિતાના નિધન સુધી રસોડાસુધી જ સીમિત હતી. મેં નક્કી કર્યું હતું કે મારી માતા તેના પુત્ર સાથે સારો સમય વિતાવવા અને ગરિમા પૂર્ણ જીવન જીવવાની હકદાર છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.